Rajkot News: ગોંડલમાં અવની ઓઈલ મિલમાં મશીનમાં ફસાતા મહિલાનું મોત, જુઓ Video
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક અત્યંત કાળજું કંપાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી 'અવની ઓઈલ મિલ'માં કામ કરતા સમયે મશીનની લપેટમાં આવી જતાં એક વયવૃદ્ધ મહિલા શ્રમિકનું ઘટના સ્થળે જ કરૂણ અને કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ગોઝારી દુર્ઘટના મિલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ખોળ ધકેલવા જતાં સાડી મશીનમાં વીંટળાઈ ગઈ
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક મહિલા શ્રમિકનું નામ શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટ છે, જેઓ મૂળ પંચમહાલ જિલ્લાના ગોલણપુર ગામના વતની હતા. આજે સવારે આશરે 7:30 વાગ્યાની આસપાસ શારદાબેન મિલમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન મશીનમાં ખોળ અટવાઈ ગયો હતો. આ ખોળને હાથથી ધક્કો મારીને આગળ ધકેલતી વખતે અચાનક શારદાબેનની સાડી કે કપડું મશીનના ફરતા ભાગમાં વીંટળાઈ ગયું હતું. મશીનની ગતિ એટલી ઝડપી હતી કે, ક્ષણભરમાં જ શારદાબેન મશીનની અંદર ખેંચાઈ ગયા હતા અને તેમનું શરીર કચડાઈ જતાં ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું.
સવારે કાળ ભરખી ગયો
આ ઘટના પાછળની વધુ એક કરુણતા એ છે કે, મૃતક શારદાબેન, તેમનો દીકરો અને તેમનો ભત્રીજો માત્ર શનિવારની સાંજે આ મિલમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા. તેઓ મિલ પરિસરમાં જ રહેતા હતા. હજુ તો કામ શરૂ કર્યાને 24 કલાક પણ નહોતા થયા, ત્યાં જ આ ગોઝારો અકસ્માત થયો હતો, જેને પગલે પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.
પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
દુર્ઘટના બાદ મશીનના ભાગોને ખોલીને અત્યંત જહેમત બાદ શારદાબેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ 'શિવમ સાર્વજનિક ટ્રસ્ટ'ની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગોંડલ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot News: શહેરના બાળ આશ્રયગૃહમાંથી મોડી રાત્રે 11 બાળકો ગાયબ, શોધખોળ માટે આખું તંત્ર દોડતું થયું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

