Rajkot News : કુવાડવા ઓવરબ્રિજ પર પાણી ભરાતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વરસાદી મહીલ ફરી જામી ગયો છે. અનેક શહેરોમાં વરસાદી આફત જેવી સ્થિતિઓ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ નજીક આવેલા કુવાડવા ઓવરબ્રિજ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને ટ્રાફિક જમના દ્રશ્યો સર્જાયા છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા
ચોમાસાની શરૂઆતથી જ આ ઓવરબ્રિજ પર પાણી ભરવાની સમસ્યા નિયમિત બની ગઈ છે. સહેજ પણ સારો વરસાદ પડે કે તરત જ પુલ પર પાણી ભરાઈ જાય છે. જેના કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે. પાણી ભરવાને કારણે નાના વાહનો બંધ પડી જવા, વાહનચાલકોના નિયંત્રણ ગુમાવવાની શક્યતા અને અકસ્માતનો ભય પણ વધી જાય છે.
પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માગ
સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી આ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમની મુખ્ય માંગ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ચોમાસાની વધુ સીઝન દરમિયાન વાહનચાલકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સત્તાવાળાઓ દ્વારા આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપી વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી અપેક્ષા છે.
What's Your Reaction?






