Rajkot News : ઉપલેટાના જામકંડોરણાના સ્થાનિકોનો તંત્ર સામે રોષ, બ્રિજ છેલ્લા 5 વર્ષથી તૂટ્યો છતા ન બનતા પડે છે હાલાકી

Jul 28, 2025 - 10:00
Rajkot News : ઉપલેટાના જામકંડોરણાના સ્થાનિકોનો તંત્ર સામે રોષ, બ્રિજ છેલ્લા 5 વર્ષથી તૂટ્યો છતા ન બનતા પડે છે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના ઉપલેટાના જામકંડોરણા તાલુકાને જોડતો બ્રિજ છેલ્લા પાંચ વર્ષથી તૂટી ગયેલી હાલતમાં છે, ધારાસભ્ય દ્વારા નવો કોઝવે બનાવવા માટે 14 કરોડ 12 લાખ મંજૂર કરાવી દીધા હોવા છતાં હજી બ્રિજ બન્યો નથી જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે, તો આસપાસના 20 થી 25 ગામના લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.

ચિત્રાવડથી ખીરસરા, ઉપટેલા, ભાયાવદર જવા હાલાકી

ઉપલેટાના ખીરસરાથી ચિત્રાવડ વચ્ચે આવેલ મોજ નદી ઉપરનો કોઝવે છેલ્લા પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં છે, તો ચિત્રાવડથી ખીરસરા ઉપલેટા ભાયાવદર તરફ જવા માટે પંદર કિલોમીટર ફરીને જવુ પડતું હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે, રાજકોટ જિલ્લાના અનેક પુલો તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવાયા છે અનેક પુલો તૂટેલી હાલતમાં છે, તંત્રની લાપરવાહીને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ઉપલેટાથી ભાયાવદર ખીરસરા ચિત્રાવડ તરફ જવાના રોડ પર પણ ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.

બ્રિજ પર કામચલાઉ માટી નાખી ચાલુ કરી દેવામાં આવ્યો

ખીરસરાથી ચિત્રાવડ માત્ર આ કોઝવે ઉપરથી ત્રણ કિલોમીટર થતુ હવે તે પંદર કિલોમીટર થતું હોઈ બંને ગામના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, ખીરસરા અને ચિત્રાવડના સ્થાનિકો એ કોઝવે ઉપર રામધૂન બોલાવી અને નવો પુલ બને તેને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા, છેલ્લા પાંચ વર્ષ થયા હોવા છત્તા તંત્ર દ્વારા બ્રિજ પર કામચલાઉ માટી નાખી ચાલુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ચોમાસામાં માટી મોરમ ખસી ગયો છે અને લાંબા સમયથી ખરાબ હાલત થઈ છે.

કોઝવેની કામગીરી તાત્કાલિક ચાલુ કરવાની ઉઠી માગ

ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા દ્વારા ગયા વર્ષે આ કોઝવે નવો બનાવવા માટે 14 કરોડ 12 લાખ સરકાર પાસે મંજૂર પણ કરાવી લીધા છે પરંતુ તંત્રની લાપરવાહીને કારણે એક વર્ષ થયું હોવા છતાં આ કોઝવે નવો બનાવ્યો ત્યારે ત્રણ વખત ટેન્ડર મુકવામા આવેલ પરંતુ હજુ સુધી પક્રિયા પુરીન થવાને કારણે કોઝવેની કામગીરી ચાલુ થઈ નથી, ત્યારે ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના ગ્રામ્યજનોની માગ છે કે તાત્કાલિક આ કોઝવેની કામગીરી શરૂ કરવામાં આવે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0