Rajkot News : અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં સરેન્ડર થવાનો છેલ્લો દિવસ, અનિરુદ્ધસિંહની સજા માફીનો નિર્ણય HCએ રદ કર્યો હતો

Sep 18, 2025 - 08:30
Rajkot News : અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં સરેન્ડર થવાનો છેલ્લો દિવસ, અનિરુદ્ધસિંહની સજા માફીનો નિર્ણય HCએ રદ કર્યો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોંડલમાં પોપટ સોરઠીયાની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ આરોપી છે અને આજે જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ સરેન્ડર ન થાય તો તેમની મિલકત જપ્ત થઈ શકે છે, અનિરુદ્ધસિંહ સામે રેડ કોર્નર નોટિસ સહિત કાયદાકીય પગલા લેવાઈ શકે છે અને અનિરુદ્ધસિંહની સજા માફીનો નિર્ણય HCએ રદ કર્યો હતો, અનિરુદ્ધસિંહે વકીલ મારફતે પાસપોર્ટ પોલીસમાં સબમિટ કરાવ્યો હતો.

અનિરૂધ્ધસિંહ જાડેજાની સજામાફી અંગેના કેસમાં હાઈકોર્ટે સજામાફીનો હુકમ રદ કર્યો હતો

ગોંડલમાં 15મી ઓગષ્ટ સને.1988ના રોજ સ્વતંત્રા પર્વની ઉજવણી દરમ્યાન ધ્વજવંદનના કાર્યક્રમમાં કોગ્રેસના પુર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યાના કેસમાં આજીવન કેસની સજા બાદ અનિરૂધ્ધસિંહ જાડેજાની સજામાફી અંગેના કેસમાં હાઈકોર્ટે સજામાફીનો હુકમ રદ કર્યો હતો. બાદમાં સુપ્રિમ કોર્ટ દ્વારા પણ હાઈકોર્ટનો હુકમ ગાહ્ય રાખી એક માસમાં સરેન્ડર કર્યા બાદ સજા માફી અંગે નિર્ણય કરવાનો હુકમ કર્યો હતો જે આજે સરેન્ડર થવાનો છેલ્લો દિવસ હોય સરેન્ડર થયા બાદ ગોંડલ તાલુકા પોલીસ અમીત ખુંટ હત્યા કેસમાં જેલમાંથી કબજો મેળવવા કાર્યવાહી કરશે.

રેડ કોર્નર નોટીસ ફટકારવામાં સહીતની કાનુની કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવી શકે છે

જાણવા મળતી વિગતો મુજબ અનિરૂધ્ધસિંહ જાડેજાને ધારાસભ્ય હત્યા કેસમાં સજા માફી મામલે સુપ્રિમ કોર્ટમાંથી રાહત નહી મળતા હવે તેમનો જેલવાસ નિશ્ચિત બન્યો છે. હાઈકોર્ટે તા.૧૮ સપ્ટેમ્બર પુર્વે સરેન્ડર કરવાના હુકમ કર્યો હતો. જેમા સરેન્ડર કર્યા બાદ સજા માફી અંગેનો નિર્ણય કરવામાં આવશે જેથી અનિરૂધ્ધસિંહ જાડેજાને જેલમાં હાજર થવુ ફરજીયાત બન્યુ છે. હવે અનિરૂધ્ધસિંહ જાડેજા જુનાગઢ હાજર નહીં થાય તો મિલ્કત જપ્તી સહીતની નોટીસ નીકળી શકે છે, ગોંડલમાં પુર્વ ધારાસભ્યની હત્યામાં સજામાફીના કેસમાં સુપ્રિમ કોર્ટમાં રાહત નહી મળતા હવે તેને ફરજીયાત હાજર થવુ પડશે જો હાજર નહી થાય તો અનિરૂધ્ધસિંહ જાડેજા સામે પકકડ વોરંટ તેમજ મિલ્કત જપ્તી અને રેડ કોર્નર નોટીસ ફટકારવામાં સહીતની કાનુની કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવી શકે છે.રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી

ગોંડલમાં કોગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની સને 1988ની સાલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળી ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જે કેસમાં સજા માહી આપવામાં આવી હતી જે નિર્ણયને તાજેતરમાં જ હાઈકોર્ટએ ગેરકાયદે જાહેર કરી ચાર સપ્તાહમાં અનિરૂધ્ધસિંહને જેલ સતાવાળાઓ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેનો પાસ્ટપોર્ટ પણ સરેન્ડર કરવાના હુકમથી કોર્ટમાં અનિરૂધ્ધસિહ જાડેજા એડવોકેટ મારફતે પાસ્ટપોર્ટ સરેન્ડર કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0