Rajkot News: GUJCTOCના ફરાર થયેલા બે આરોપી ઝડપાયા, બંને સામે 38 ગુના દાખલ થઈ ચૂક્યા છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય શામજી મક્કા ગેંગના બાર જેટલા સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ ગત સપ્તાહે મુખ્ય ગેંગ લીડર શામજી મક્કાની પણ ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે ફરાર અન્ય બે આરોપીઓને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હરેશ ખીમસુરીયા તેમજ રોહિત રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા છે.
22 જેટલા ગંભીર પ્રકારના ગુના આચર્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ખૂન,ખૂની કોશિશ સહિતના 09 જેટલા ગંભીર ગુના સહિત કુલ 38 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. આરોપીઓ દ્વારા ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ રચીને 2016થી 2025 દરમિયાન ખૂન ખૂનની કોશિશ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડવી અપહરણ કરવું લૂંટ કરવી ગેરકાયદેસર મંડળી રચીને હુમલાઓ કરવા તેમજ સરકારી અધિકારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા સહિતના 22 જેટલા ગંભીર પ્રકારના ગુના છેલ્લા દસ વર્ષમાં આચર્યા હોવાનું સામે આવ્યું છે.
મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી
ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અગાઉ દેવસી મકવાણા, દિલીપ ઉર્ફે દિલો ચોહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ મકવાણા, કિરણ ખીમસુરીયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલુ મકવાણા તેમજ મેહુલ સોલંકી સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જે તમામ 9 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.શામજી મક્કા ગેંગના સાગરીતો દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની ધાક ઉભી કરવા માટે પ્રાણ ઘાતક હથિયારો વડે ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ કરવી, દારૂ જુગાર સહિતના 37 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે.જે પૈકી 22 ગુના ગંભીર પ્રકારની શ્રેણીમાં આવે છે. ત્યારે આ ગેંગની ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ તમામ આરોપીઓની ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલ મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતમાં ઘૂસણખોરોની ઊંઘ હરામ કરનાર ઓપરેશન ડેલ્ટા હન્ટની Inside Story
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

