Rajkot News: શહેરમાં નંબર વગરના વાહનમાં ઈંધણ પૂરવા મામલે બીજો ગુનો નોંધાયો

Aug 23, 2026 - 10:30
Rajkot News: શહેરમાં નંબર વગરના વાહનમાં ઈંધણ પૂરવા મામલે બીજો ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં વાહનોની નંબર પ્લેટ વિના વાહન ફેરવી ગેરરીતી આચરતા લૂખ્ખાઓને રોકવા પોલીસ કમીશનર બ્રજેશ કુમાર ઝાએ બહાર પાડેલા જાહેરનામાંનો ભંગ કરી નંબર પ્લેટ વગરના વાહનમાં ઈધણ પૂરાવવાનો બીજો ગુનો પોલીસે નોંધી બે લોકોની ધરપકડ કરી હતી.શહેરમાં નિયમ ભંગ સાથેના વાહનોમાં પેટ્રોલ,ડીઝલ અને સીએનજી નહી પૂરવા અંગે પોલીસ કમીશનરના જાહેરનામા બાદ પેટ્રોલ પંપ ઉપર ફિલરમેન નંબર પ્લેટ વગરના વાહનનોમાં ઈધણ પૂરતો હોય તેવો વિડીયો વાયરલ થતા જ પોલીસ સ્ટાફે સીસીટીવી તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરી હતી. 

નો નંબર પ્લેટ નો ઇંધણ ઝૂંબેશ ચાલુ રાખી

રેલનગરમાં આવેલ ભારતીય પેટ્રોલીયમ કંપનીનો વિવેક ફયુઅલ વાળા પંપ તરીકે ઓળખાતા પંપનો હોય જેથી પોલીસે ફિલરમેન દિગ્પાલસિંહ વિજયસિંહ ચુડાસમા તથા વાહન ચાલક અજય લછમણદાસ ચંચલાણી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. તેમજ એકટીવા ડીટેઈન કર્યુ હતું.અગાઉ ભકિતનગર પોલીસે ઢેબર રોડના ભાડલાવાળા પેટ્રોલ પંપના ફિલરમેન પંકજસિંહ કનૈયાસિંહ તેમજ કાર ચાલક જયભાણ ઉદયભાણ ગઢવી સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો. આજે પણ પોલીસે નો નંબર પ્લેટ નો ઇંધણ ઝૂંબેશ ચાલુ રાખી છે. 

પોલીસ બંદોબસ્ત ગોઠવીને ચેકિંગ હાથ ધરાશે

આજે રાજકોટમાં પોલીસ દ્વારા નંબર પ્લેટ વિનાના વાહનો પેટ્રોલ પુરાવા આવે તેમની સામે કાર્યવાહી કરશે. શહેરમાં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ પર પોલીસ ચેકિંગ હાથ ધરાશે. પેટ્રોલ પંપ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને ચેકિંગ હાથ ધરાશે. નંબર પ્લેટ વિનાના વાહનોને ઈંધણ નહીં મળે. બીજી તરફ શહેરમાં નંબર પ્લેટ વિનાના વાહન ચલાવવા બદલ નગરસેવિકા અને ભાજપ અગ્રણીને દંડ થયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય પણ નંબર પ્લેટ વિનાના વાહનમાં ફરતા દેખાયા હતાં.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવ આસમાને, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો! જાણો તમારાં શહેરનો લેટેસ્ટ રેટ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0