Rajkot News : રાજકોટમાં ગેંગવોર ફાયરિંગ કેસમાં પોલીસે 8 આરોપીની કરી ધરપકડ, ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાશે

Oct 31, 2025 - 12:30
Rajkot News : રાજકોટમાં ગેંગવોર ફાયરિંગ કેસમાં પોલીસે 8 આરોપીની કરી ધરપકડ, ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ ગેંગવોરમાં મુરઘા ગેંગ અને પેંડા ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે, ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાશે અને આરોપીઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાશે તેવી વાત સામે આવી છે અને જામીન રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે સાથે સાથે 29 ઓક્ટોબરે મંગળા પર બે ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું.

ભૂતકાળમાં દારૂનો ધંધો કરતી મહિલાના પતિને સારવાર હેઠળ ખસેડાયો હતો

શહેરમાં કાયદો-વ્યવસ્થાના લીરા ઉડાવતા લુખ્ખાઓ સામે પોલીસ વામણી સાબીત થઈ હોય તેમ હત્યાઓ,ચોરી સહીતના ગુનાઓ બાદ અંધાધૂંધ ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે. પુનીતનગરની પેંડા અને જંગલેશ્વરની મુરઘા ગેંગ વચ્ચે મંગળા રોડ પર સામ-સામે ફાયરીંગ થતા ડીસીપી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ 11થી વધુ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં જંગલેશ્વરમાં રહેતી એક સમયની મહિલા બુટલેગર રમાના પતિ જાવેદભાઈને બિમારીને લઈ પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

2017માં શક્તિ ઉર્ફે પેંડા સહિત બેના કસ્ટોડિયલ ડેથ થયા હતા

પોલીસ કોન્સ્ટેબલ ભરતદાન ગઢવીની હત્યાના પ્રકરણમાં કુખ્યાત શકિત 65 પૈશ ડિપણ ઝાલાનું અને પાંગવાના પ્રકાશ ગુણાગરિયાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. પહેલી નજરે પોલીસે નિવેદનમાં જણાવ્યું કે, આ ગેંગ દ્વારા આજી જીઆઈડીસી વિસ્તારમાં એક શખ્સ પાસે લૂંટ ચલાવી ભાગ પાડવાના મામલે આરોપીઓ કાદર, પ્રકાશ, પ્રકાશ પરમાર, યુવરાયિત ઝાલા, શકિત વચ્ચે માથાકુટ થઈ હતી. આરોપીઓના ઝઘડામાં પ્રકાશ ગુણાગરિયા બેભાન થયા બાદ તેનું મોત થયુ હતું તો થોડા સમય બાદ નદીના પટમાં પોલીસને શકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજકોટ શહેરમાં ગેંગવોરમાં 9 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી

જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી, રાત્રે 3 વાગ્યે 9થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું હતુ અને મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ બહાર ફાયરિંગની ઘટના બની હતી, જંગલેશ્વર ગેંગના રુબીના જુનેજાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેનું કહેવુ છે કે, પેંડા ગેંગે બાઇક પર આવી ફાયરિંગ કર્યુ અને અમે બેઠા હતા ત્યારે એકાએક હુમલો થયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0