Rajkot News: મનપા કમિશનર તુષાર સુમેરા અચાનક રજા પર ઉતર્યા, કલેક્ટરને ચાર્જ સોંપાયો

Nov 16, 2026 - 19:30
Rajkot News: મનપા કમિશનર તુષાર સુમેરા અચાનક રજા પર ઉતર્યા, કલેક્ટરને ચાર્જ સોંપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન કામગીરી દરમિયાન થયેલા ખર્ચના બિલ પર વિવાદ સર્જાયો હતો. આ વિવાદને લઈને કૌંભાંડની તપાસ કરવા માટે RMC દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. હવે આ તપાસનો રીપોર્ટ તૈયાર થઈ ગયો હોવા છતાં કાર્યવાહી નહીં થતાં સવાલો ઉભા થયાં છે. આ દરમિયાન મનપા કમિશનર તુષાર સુમેરા અચાનક રજા પર ઉતરી જતાં સમગ્ર બાબત વધુ ચર્ચાસ્પદ બની છે. મનપાના કમિશ્નરનો વધારાનો ચાર્જ રાજકોટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. 

તુષાર સુમેરા 10 દિવસની રજા ઉપર ઉતર્યા

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા 10 દિવસની રજા ઉપર ઉતર્યા છે.તેમના સ્થાને રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશને હંગામી ધોરણે મનપા કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.કલેક્ટર ઓમ પ્રકાશ હવે મનપાના કમિશનર તરીકે હંગામી જવાબદારી સંભાળશે. એક તરફ મનપામાં વહીવટી કામગીરી ચાલી રહી છે.ત્યારે કમિશનરની આ રજાથી વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.ખાસ કરીને વર્તમાન સંજોગોમાં કમિશનરનું રજા પર જવું ભારે ચર્ચાનો વિષય બન્યું છે. રાજકોટમાં હાલ જંગલેશ્વર બિલમાં થયેલા ભ્રષ્ટાચારનો મામલો અત્યંત ગરમાયો છે.આ સમગ્ર પ્રકરણમાં તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે.દિવાળી પહેલાં જ આ રિપોર્ટ તૈયાર થયો હતો. હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

બોર્ડની બેઠકમાં આ મુદ્દો ગાજે તેવી પૂરી શક્યતા

રિપોર્ટ તૈયાર હોવા છતાં લાંબો સમય વીતવા છતાં પગલાં ન લેવાતા તંત્રની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.ભ્રષ્ટાચારના ગંભીર મામલે તંત્ર મૌન હોવાથી નારાજગી ફેલાઈ છે. આ સ્થિતિ વચ્ચે ખોટા બિલ બનાવનાર ભ્રષ્ટ અધિકારીઓને કમિશનર છાવરતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર હોવા છતાં કમિશનર 10 દિવસની રજા પર ઉતરતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.આગામી 20 તારીખે મનપાનું જનરલ બોર્ડ મળવાનું છે.જનરલ બોર્ડની મહત્વની બેઠક પહેલાં જ કમિશનરના રજા પર જવાના નિર્ણયથી સવાલો વધુ ઘેરા બન્યા છે. બોર્ડની બેઠકમાં આ મુદ્દો ગાજે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: સોશિયલ મીડિયા પરથી પ્રેમ, મૈત્રી કરાર અને પછી આત્મહત્યા, પતિ સહિત ચાર જેલના સળિયા પાછળ!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0