Rajkot News: દારૂબંધી દૂર થાય તો 30 હજાર કરોડનો ફાયદો, બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખે વીડિયોમાં શું કહ્યું?

Nov 6, 2026 - 11:30
Rajkot News: દારૂબંધી દૂર થાય તો 30 હજાર કરોડનો ફાયદો, બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખે વીડિયોમાં શું કહ્યું?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દારૂબંધી છે અને રાજ્યમાં રોજેરોજ લાખો રૂપિયાની કિંમતનો દારુ પકડાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. રાજ્યમાં સક્રિય થયેલા બુટલેગરો તો દારૂની હેરાફરી કરતા હોય છે પણ હોટેલ કે ફાર્મ હાઉસમાં ચાલતી માલેતુારોની મહેફિલો પણ હવે ચર્ચામાં આવી રહી છે. જેથી રાજ્યમાંથી દારૂબંધી દૂર કરવા માટે હાલમાં સોશિયલ મીડિયામાં એક ઝૂંબેશ ચાલી રહી છે. રાજ્યમાં માત્ર ગાંધીનગર પાસે સ્થિત ગિફ્ટ સિટીમાં જ સરકારે વાઈન એન્ડ ડાઈન એટલે કે દારુ પીવાની છૂટ આપી છે. ત્યારે હવે રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપ પ્રમુખનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ દારૂબંધી છૂટી કરવા માટે માગ કરી રહ્યાં છે. 

રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપ પ્રમુખનો વીડિયો વાયરલ

રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખે ધનતેરસના દિવસે ગુજરાતના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને એક વિડિયો વાયરલ કર્યો છે.તેમણે દાવો કર્યો છે કે રાજ્યમાં દારૂબંધીના કારણે સરકારને દર વર્ષે 30 હજાર કરોડના ટેક્સનું મોટું નુકસાન થઈ રહ્યું છે.આથી ગુજરાતમાંથી દારૂબંધીનો દંભ દૂર કરીને તેને હટાવવી જોઈએ તેવી અપીલ કરી છે.રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપ પ્રમુખ ધ્રુવિક પટેલે એક વીડિયોના માધ્યમથી કહ્યું હતું કે, આજના દિવસે આપ સૌ આપનો મત સરકાર અને સમાજ સમક્ષ રજૂ કરો. જો બધા એક અવાજથી એક મંચ પરથી બોલીશું તો દારૂબંધીના કાયદામાં સંશોધન થવું શક્ય છે.મારો મત એ છે કે દારૂબંધી છે એ હળવી થવી જોઈએ.દારૂબંધીના લીધે દર વર્ષે ગુજરાતને અંદાજિત 30 હજાર કરોડનો ટેક્સ રેવન્યુનો લોસ થાય છે.જો દારૂબંધી હટે તો આ ટેક્સ રેવન્યુના પૈસાથી નવી સ્કૂલો અને નવી હોસ્પિટલો ખુલે.ખેડૂતોની જમીનોના ભાવ વધે.આ ઉપરાંત દરેક ગુજરાતી વેપારીના ધંધાને ખૂબ જ ઇકોનોમિક બુસ્ટ મળે.

સોશિયલ મીડિયામાં દારુબંધી હટાવવા આંદોલન

આ પહેલા પણ અમદાવાદના અતુલભાઈ નામના વ્યક્તિએ ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવા માટે સોશિયલ મીડિયામાં એક ઝૂંબેશ શરૂ કરી છે. તાજેતરમાં જ તેમણે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા માગ કરી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે, દારૂબંધી દૂર થશે તો ભ્રષ્ટાચાર દૂર થશે. નકલી દારૂના દૂષણથી ગુજરાતને મુક્તિ મળશે. ગાંધીજીના નામે દંભ અને લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારે ગુજરાત રાજ્યનું અસ્તિત્વ જ નહોતુ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જે લોકો ગાંધી આશ્રમ આવે છે તે લોકો શું દારુ નથી પીતા? ગિફ્ટ સિટીમાં દારુ વેચાય છે અને પીવાય પણ છે. ત્યાં છૂટ અને આખા ગુજરાતમાં બંધી એ લોકો સાથે અન્યાય છે. 

આ પણ વાંચોઃ Vadodara News: MSUનાં ડોનર્સ પ્લાઝામાં ક્લાઈમેટ ચેન્જ એક્ઝિબિશન સેન્ટર બનશે, 17 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0