Rajkot News: જસદણ-આટકોટ રોડ પર અકસ્માત, 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ડમ્પર અને છોટા હાથી વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં છોટા હાથીમાં સવાર આશરે 6 થી 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
108ની ટીમ ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકો અને બચાવ કામગીરીની મદદથી તમામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાબડતોબ આટકોટની કેડીપી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો
બીજી તરફ, અકસ્માત અંગેની માહિતી મળતા જ આટકોટ પોલીસની ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ ગુના અંગે પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Rajkot News: PCBએ 3 ગેરકાયદે હથિયારો સાથે 3 આરોપીની ધરપકડ કરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

