Rajkot News: જંગલેશ્વરમાં આલિશાન બંગલાની છત પર બાર બનાવ્યા હતાં, ડિમોલિશન બાદ ક્રાઈમ રેટ ઘટ્યોઃ પ્રદિપ ડવ

Nov 20, 2026 - 16:00
Rajkot News: જંગલેશ્વરમાં આલિશાન બંગલાની છત પર બાર બનાવ્યા હતાં, ડિમોલિશન બાદ ક્રાઈમ રેટ ઘટ્યોઃ પ્રદિપ ડવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના નગરસેવકોએ જંગલેશ્વરમાં થયેલી ડિમોલિશનની કામગીરી તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં રહેલાં દબાણોના મુદ્દાને લઈને શાસક પક્ષ અને તંત્રને ઘેરવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો.વિપક્ષી સભ્યોએ હાથમાં બેનરો અને પોસ્ટરો દર્શાવીને કમિશનર તુષાર સુમેરા સામે આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસના નગરસેવકોએ માગણી કરી હતી કે જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચનો વિગતવાર તપાસ રિપોર્ટ તાત્કાલિક અસરથી જાહેર કરવામાં આવે.આ સમગ્ર પ્રકરણમાં જે કોઈ પણ જવાબદારો સામેલ હોય તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી વિપક્ષ દ્વારા સભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો સામસામે આવી જતાં ભારે સૂત્રોચ્ચાર અને બોલાચાલી થઈ હતી.

આજી નદીનો પટ્ટ સંપૂર્ણપણે ખુલ્લો કરવાના હેતુથી ડિમોલિશન 

આ સમગ્ર હોબાળા અંગે ભાજપના નગરસેવક ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે જંગલેશ્વર ડીમોલેશન મુદ્દે કોંગ્રેસ દરેક જનરલ બોર્ડમાં વારંવાર પ્રશ્નો પૂછીને વિરોધ ઊભો કરે છે.તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટીપી રોડ ખુલ્લો કરવા માટે તેમજ આજી નદીનો પટ્ટ સંપૂર્ણપણે ખુલ્લો કરવાના વહીવટી હેતુથી જ આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.જંગલેશ્વર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર ઓરડીઓ ઊભી કરીને તેને ભાડે આપીને મોટી આવક કમાવવાનો વ્યવસાય ચાલતો હતો.આજી નદીના પટ્ટમાં એકએક વ્યક્તિ આઠથી દસ ઓરડીઓ બનાવીને ભાડે આપતી હોવાનો ખુલાસો પણ તેમણે કર્યો હતો.આ ઉપરાંત આજી નદીના પટ્ટ વિસ્તારમાં આલીશાન બંગલાઓ બાંધવામાં આવ્યા હતા અને મકાનોની છત પર દારૂની પાર્ટીઓ કરવા માટે બાર પણ બનાવવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયા બાદ સમગ્ર વિસ્તારમાં ક્રાઇમ રેટમાં મોટો ઘટાડો નોંધાયો છે જે બાબતથી શહેરના સૌ નાગરિકો સારી રીતે વાકેફ છે.

વિપક્ષે આવાસની વ્યવસ્થા કરવાની સ્પષ્ટ માંગણી મૂકી

બીજી તરફ વિપક્ષના નગરસેવક દિપ્તીબેન સોલંકીએ અસરગ્રસ્ત પરિવારોનો પક્ષ લેતાં આક્રમક નિવેદન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે જંગલેશ્વર ડિમોલિશનમાં અસરગ્રસ્ત થયેલા તમામ પરિવારોને યોગ્ય વૈકલ્પિક આવાસ મળવું જ જોઈએ અને વિપક્ષે આવાસની વ્યવસ્થા કરવાની સ્પષ્ટ માંગણી મૂકી છે.મનપાના મેયર પણ જાહેર મંચો પરથી અસરગ્રસ્તોને આવાસ આપવાની વાત કરી રહ્યા છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ હજારો લોકો બેઘર બનીને અત્યંત દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે. ભારતીય બંધારણ મુજબ દેશના પ્રત્યેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો મૂળભૂત અધિકાર મળેલો છે.જેથી તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. આમ જનરલ બોર્ડમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો ચાલુ રહેતાં સમગ્ર સભા દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું.

આ પણ વાંચોઃ Dwarka News: જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ, નરારા ટાપુને શરતોને આધીન મુક્તિ અપાઈ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0