Rajkot News: કોન્ટ્રાક્ટર કોર્ટના ઓર્ડર સાથે 1.31 કરોડની વસુલાત કરવા RTO કચેરીએ પહોંચ્યા

Nov 23, 2026 - 16:30
Rajkot News: કોન્ટ્રાક્ટર કોર્ટના ઓર્ડર સાથે 1.31 કરોડની વસુલાત કરવા RTO કચેરીએ પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં સરકારી તંત્ર સામે બનેલી આ ઘટનામાં વિજયભાઈ વડાલીયા નામના કોન્ટ્રાક્ટર કોર્ટના અધિકારીઓ સાથે આરટીઓ ઓફિસ જપ્તી માટે પહોંચ્યા હતા. સમગ્ર મામલાની વિગત એવી છે કે વર્ષ 1982-83માં ઓટોમેટિક વે બ્રિજ કોન્ટ્રાક્ટ આધારે આરટીઓ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.આ ખરીદી બાદ નિયમ મુજબ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવાના થતા હતા.પરંતુ લાંબો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા કોઈ ચૂકવણી કરવામાં આવી નહોતી.તંત્ર તરફથી નાણાં ન મળવાને કારણે આખરે કોન્ટ્રાક્ટરે ન્યાય મેળવવા માટે કાયદાકીય લડત શરૂ કરી હતી અને આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

1982માં ઓટોમેટીક વેબ્રેજીસ સપ્લાય કરવામાં આવ્યા હતાં

કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, અમારા 1982માં ઓટોમેટીક વેબ્રેજીસ સપ્લાય કરવામાં આવ્યા હતાં. જેનું પેમેન્ટ બાકી હતું. જેને લઈને સરકાર સામે દાવો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સરકાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ આ કેસ હારી ગઈ હતી. 2024ના ઓર્ડર પ્રમાણે હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે અમે રાજકોટની કોર્ટમાં દરખાસ્ત દાખલ કરી છે. અમને 40 વર્ષ વિતી ગયા પણ અમારુ પેમેન્ટ આપવામાં આવે તેવી અમે કોર્ટ સમક્ષ માગ કરી હતી. જેમાં કોર્ટે આ પેમેન્ટ વ્યાજ સાથે આપવા માટે ઓર્ડર કર્યો હતો. તે છતાંય સરકાર અમને અમારૂ પેમેન્ટ નહીં આપતી હોવાથી અમે કોર્ટમાં દરખાસ્ત કરી હતી. 

જંગમ મિલકત જપ્તી માટે વોરંટ કાઢી આપ્યું

કોન્ટ્રાક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, કોર્ટે અમને જંગમ મિલકત જપ્તી માટે વોરંટ કાઢી આપ્યું છે. કોર્ટના અધિકારીઓ પણ અમારી સાથે આવ્યા છે. આજે અમે આરટીઓની જંગમ મિલકત જપ્ત કરવા માટે આવ્યા છીએ. જે તે વખતે આરટીઓને વેચવામાં આવેલા સાત લાખથી વધુની કિંમતના મશીનો સહિતની રકમની આજે વ્યાજ સાથે કોર્ટના વોરંટમાં 1.31 કરોડની કિંમતની જંગમ મિલકત વસૂલવા માટે કોન્ટ્રાક્ટર અધિકારીઓ સાથે રાજકોટ આરટીઓ પહોંચ્યા હતાં. સુપ્રીમ કોર્ટના આદેશના આધારે રાજકોટ કોર્ટ દ્વારા આરટીઓ સામે જપ્તીનું વોરંટ કાઢવામાં આવ્યું હતું. કોર્ટે કોન્ટ્રાક્ટરને વ્યાજ સાથે રૂ. 1.31 કરોડની જંગમ મિલકત અથવા તો રકમ ચૂકવવામાં આવે તેવો ઓર્ડર પાસ કર્યો છે.રાજકોટની કોર્ટમાંથી જપ્તી વોરંટ મળતાં જ કોન્ટ્રાક્ટર વિજયભાઈ વડાલીયા કોર્ટ સ્ટાફ અને સંબંધિત અધિકારીઓની ટીમને સાથે રાખીને સીધા આરટીઓ કચેરી ખાતે વસુલાત માટે ગયા હતા.

આ પણ વાંચોઃ Sabarkantha: સાબર ડેરીમાં કરોડોની ગેરરીતિના આક્ષેપ, પશુપાલકો પહોંચ્યા સચિવાલય, વહીવટદાર નીમવાની માંગ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0