Rajkot: 15 દિવસમાં 1,000થી વધુ બનાવ ડોગ બાઈટના નોંધાયા, લોકોમાં ભયનો માહોલ

Jan 20, 2025 - 16:30
Rajkot: 15 દિવસમાં 1,000થી વધુ બનાવ ડોગ બાઈટના નોંધાયા, લોકોમાં ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં છેલ્લા 15 દિવસથી ડોગ બાઈટની સંખ્યામાં એકાએક વધારો થયો છે. ગત વર્ષના 12,000 સામે ચાલુ વર્ષે માત્ર 15 દિવસમાં 1,000થી વધુ બનાવ ડોગ બાઈટના નોંધાયા છે. શેરીઓમાં શ્વાનની એકાએક વધેલી આક્રમકતા રાહદારીઓને અને વાહન ચાલકો માટે ચિંતા ઉપજાવી રહી છે.

લોકો પણ શ્વાનના આતંકથી ભયભીત બન્યા

રાજકોટમાં વર્ષ 2025ના પ્રારંભે ડોગ બાઈટના કેસોમાં વધારો નોંધાયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં શ્વાનોના ત્રાસની ફરિયાદો આવતી હોય છે પણ શ્વાનને પકડી અને તેને ઓપરેશન બાદ મુળ જગ્યાએ જ છોડવા સહિતના કાયદાના કારણે જ કાયમી ત્રાસ દુર થતો નથી, લોકો પણ શ્વાનના આતંકથી ભયભીત બન્યા છે. શહેરમાં શ્વાન વ્યંધીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, છતાં ત્રાસ ઓછો થતો નથી.

ઠંડી અને બ્રિડિંગની સિઝનના કારણે શ્વાન આક્રમક બન્યા

ચાલુ મહિનામાં જ શ્વાન કરડવાના કિસ્સા વધ્યા છે. જેમાં જાન્યુઆરી 2025ના મહિનાના પ્રથમ 15 દિવસમાં જ 1000થી વધુ લોકોને શેરી-ગલીઓમાં રખડતા શ્વાનોએ બચકા ભર્યાનું સામે આવ્યું છે. ઠંડી અને બ્રિડિંગની સિઝનના કારણે શ્વાન આક્રમક બન્યા હોવાનું મનપાના અધિકારીએ જણાવ્યું હતું. શેરીઓમાં શ્વાનના આતંકથી ગત વર્ષે એક બાળકી ભોગ બની ચૂકી હતી તો અનેક લોકોને ઈન્જેક્શન લેવાનો પણ વારો આવ્યો હતો. ત્યારે શ્વાનનો આ આતંક ક્યારે અને કેવી રીતે દૂર થશે એ કહેવું હાલ તો મુશ્કેલ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0