Rajkot: ભારે વરસાદમાં પણ મોજીલા નગરજનોએ સ્વિમિંગ પૂલ બનાવી ધુબાકા માર્યા

બાળકોએ અંડરબ્રિજને સ્વિમિંગ પૂલ બનાવ્યો બે સિટી બસ ફસાતાં સંદેશ ન્યૂઝ પહોંચ્યુ મદદે અન્ડરબ્રિજમાં રસ્તો બંધ કરવાની ફરજ પડી રાજકોટમાં લાંબા સમય બાદ આજે વરસાદનું આગમન થયું છે. સવારના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ધીમી ધારે 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ 11 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચોમાસામાં પ્રથમવાર આ વખતે રાજકોટના સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં મોટે ભાગે એકસરખો વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદ ચાલુ હોવાથી લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાલાવડ રોડ અન્ડરબ્રિજમાં લોકોએ વરસાદી પાણીમાં સ્વિમિંગ પૂલ જેવી મોજ માણી હતી તો ઠેર-ઠેર મહિલાઓ અને બાળકો વરસાદમાં નાહવા નીકળ્યાં અને સેલ્ફી લેતા જોવા મળ્યાં હતાં. 8 કલાકમાં 9 ઇંચથી વધારે વરસાદ વરસ્યો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામડાઓમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં રામપર, સરપદળ સહિતના ગામોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 8 કલાકમાં 9 ઇંચથી વધારે વરસાદ પડતા ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે ડોંડી નદીમાં ઘોડાપૂર આવતા આ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. તો આ વિસ્તારના નાના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયાં રાજકોટમાં બપોરે 2 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 4 ઈંચ, વેસ્ટ ઝોનમાં અને ઇસ્ટ ઝોનમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં કાલાવડ રોડ અન્ડર બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. જ્યારે પોપટપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને લોકો ઘરમાંથી પાણી કાઢી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. તો વગડ ચોકડીએ પણ દર વખતની જેમ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના પ્રવાહમાં વાહનચાલકો મહામહેનતે વાહન બહાર કાઢતા હોવાનું જોવા મળ્યું હતું. આ ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અટીકા નજીક વૃક્ષ પડવાની ઘટના પણ સામે આવી હતી. જોકે ફાયર વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો. પાણી ભરાતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી રાજકોટમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સરેરાશ સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે, જેમાં બપોરના 12 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 2 ઈંચ, ઇસ્ટ ઝોનમાં 2 ઈંચ અને વેસ્ટમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયેલ છે. ભારે વરસાદને કારણે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જ્યારે હંમેશની માફક પોપટપરા નાલામાં વરસાદી પાણી ભરાતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. જોકે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સતત વરસાદને કારણે પાણીની આવક વધુ હોવાથી મુશ્કેલી પડી રહી છે. જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદનું મોટું વિઘ્ન લોકમેળાનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થયું છે. ઘુંટણસમા પાણી ભરાયા છે. ખાણીપીણીના સ્ટોલમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું છે. સ્ટોલ ધારકોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. સ્ટોલ ધારકોનો સામાન પાણીમાં તણાઈ રહ્યો છે. લોકમેળામાંથી સ્ટોલ ધારકો સ્ટોલ ખાલી કરીને નીકળવા લાગ્યા છે.

Rajkot: ભારે વરસાદમાં પણ મોજીલા નગરજનોએ સ્વિમિંગ પૂલ બનાવી ધુબાકા માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાળકોએ અંડરબ્રિજને સ્વિમિંગ પૂલ બનાવ્યો
  • બે સિટી બસ ફસાતાં સંદેશ ન્યૂઝ પહોંચ્યુ મદદે
  • અન્ડરબ્રિજમાં રસ્તો બંધ કરવાની ફરજ પડી

રાજકોટમાં લાંબા સમય બાદ આજે વરસાદનું આગમન થયું છે. સવારના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ધીમી ધારે 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ 11 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચોમાસામાં પ્રથમવાર આ વખતે રાજકોટના સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં મોટે ભાગે એકસરખો વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદ ચાલુ હોવાથી લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાલાવડ રોડ અન્ડરબ્રિજમાં લોકોએ વરસાદી પાણીમાં સ્વિમિંગ પૂલ જેવી મોજ માણી હતી તો ઠેર-ઠેર મહિલાઓ અને બાળકો વરસાદમાં નાહવા નીકળ્યાં અને સેલ્ફી લેતા જોવા મળ્યાં હતાં.

8 કલાકમાં 9 ઇંચથી વધારે વરસાદ વરસ્યો

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામડાઓમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં રામપર, સરપદળ સહિતના ગામોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 8 કલાકમાં 9 ઇંચથી વધારે વરસાદ પડતા ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે ડોંડી નદીમાં ઘોડાપૂર આવતા આ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. તો આ વિસ્તારના નાના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે.

નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયાં

રાજકોટમાં બપોરે 2 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 4 ઈંચ, વેસ્ટ ઝોનમાં અને ઇસ્ટ ઝોનમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં કાલાવડ રોડ અન્ડર બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. જ્યારે પોપટપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને લોકો ઘરમાંથી પાણી કાઢી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. તો વગડ ચોકડીએ પણ દર વખતની જેમ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના પ્રવાહમાં વાહનચાલકો મહામહેનતે વાહન બહાર કાઢતા હોવાનું જોવા મળ્યું હતું.

આ ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અટીકા નજીક વૃક્ષ પડવાની ઘટના પણ સામે આવી હતી. જોકે ફાયર વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

પાણી ભરાતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી

રાજકોટમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સરેરાશ સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે, જેમાં બપોરના 12 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 2 ઈંચ, ઇસ્ટ ઝોનમાં 2 ઈંચ અને વેસ્ટમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયેલ છે. ભારે વરસાદને કારણે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જ્યારે હંમેશની માફક પોપટપરા નાલામાં વરસાદી પાણી ભરાતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. જોકે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સતત વરસાદને કારણે પાણીની આવક વધુ હોવાથી મુશ્કેલી પડી રહી છે.

જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદનું મોટું વિઘ્ન

લોકમેળાનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થયું છે. ઘુંટણસમા પાણી ભરાયા છે. ખાણીપીણીના સ્ટોલમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું છે. સ્ટોલ ધારકોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. સ્ટોલ ધારકોનો સામાન પાણીમાં તણાઈ રહ્યો છે. લોકમેળામાંથી સ્ટોલ ધારકો સ્ટોલ ખાલી કરીને નીકળવા લાગ્યા છે.