Rajkot: પાકિસ્તાન સામે ભારતની જીતથી રાજકોટમાં દિવાળી જેવો માહોલ, આર્યન સવસાણીના પરિવારમાં ખુશીની લહેર

Nov 14, 2026 - 22:30
Rajkot: પાકિસ્તાન સામે ભારતની જીતથી રાજકોટમાં દિવાળી જેવો માહોલ, આર્યન સવસાણીના પરિવારમાં ખુશીની લહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતે જીત મેળવતાં રાજકોટમાં ખુશીનો માહોલ છવાયો છે. આ જીતમાં રાજકોટના આર્યન સવસાણી અને મોહિત ઉલવાના પ્રદર્શનની ખાસ ચર્ચા થઈ રહી છે. આર્યને બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે મોહિત ઉલવાએ બેટિંગમાં શાનદાર દેખાવ કરીને પાકિસ્તાન સામે ભારતને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આર્યન સવસાણીએ 7 ઓવરમાં આપ્યા 36 રન

પાકિસ્તાન સામેની મેચમાં આર્યન સવસાણીએ પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. તેણે 7 ઓવરમાં 36 રન આપ્યા હતા. આર્યનના આ પ્રદર્શનથી તેના પરિવારજનોમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ મોહિત ઉલવાએ બેટિંગમાં સારું પ્રદર્શન કરીને ભારતની જીતમાં યોગદાન આપ્યું હતું.

પરિવારે કરી ઉજવણી, કહ્યું- આજે અમારા માટે દિવાળી

ભારતની જીત અને આર્યનના પ્રદર્શનથી તેના પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિવારના સભ્યોએ ઉજવણી કરીને ખુશી વ્યક્ત કરી હતી. આર્યનનાં માતા-પિતા અને પરિવારજનોએ જણાવ્યું હતું કે આજનો દિવસ તેમના માટે દિવાળી સમાન છે.

મધ્યમ વર્ગનો દીકરો પણ ક્રિકેટમાં નામ કમાઈ શકે

આર્યનના પરિવારજનોએ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગનો દીકરો પણ મહેનત અને પ્રતિભાના જોરે ક્રિકેટના મેદાનમાં પોતાનું નામ રોશન કરી શકે છે. આર્યનના પિતા પ્રિન્સિપાલ છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. પરિવાર માટે આર્યનનું આ પ્રદર્શન ગૌરવની ક્ષણ બની રહ્યું છે. રાજકોટના આ યુવા ક્રિકેટરના પ્રદર્શનથી પરિવારજનોમાં ખુશીની લહેર છે. પાકિસ્તાન સામે ભારતની જીતે આ ખુશીને બમણી કરી દીધી છે. 


આ પણ વાંચો :    Gujarat: ગોધરા કાંડની તપાસ પર સવાલ કેમ? IPS રાકેશ અસ્થાના સોનિયા ગાંધીના દાવા સામે આક્રમક, Video

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0