Rajkot: ધોરાજી માર્કેટ યાર્ડમાં સોયાબીનના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડમાં હાલ સરકાર અને નાફેડ દ્વારા જે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, તેમાં ખેડૂતોને ખુલ્લા બજાર કરતા સારા ભાવ મળતા તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
800 રૂપિયા સુધીનો ભાવ બજારમાં મળી રહ્યો છે
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને નાફેડ દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી છે, ત્યારે વાત કરીએ ધોરાજી તાલુકાની તો ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સોયાબીન જણસી વેચવા માટે ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં તમામ ખેડૂતો જેણે સોયાબીનનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતો જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી થતી હોય ત્યાં સોયાબીન વેચવા માટે આવેલા હોય છે. સામાન્ય રીતે વાત કરીએ તો ખુલ્લી હરાજીમાં ભાવ 7:30 સુધી 800 રૂપિયા સુધીનો ભાવ બજારમાં ખેડૂતોને સોયાબીનનો ભાવ મળી રહ્યો છે.
ધોરાજી માર્કેટ યાર્ડમાં 1200 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું
ત્યારે વાત કરીએ જે ટેકાના ભાવે સરકારે ખરીદી કરેલી હોય તેવા સોયાબીનની તેમાં 978 રૂપિયા જેવો ટેકાનો ભાવ સોયાબીનનો મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોને રૂપિયા 100થી 150 રૂપિયા પણ વધારે સોયાબીનનો ભાવ મળી રહ્યો હોય, ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અને ખેડૂતો સોયાબીનની જે ભાવ ખરીદી થાય છે, તેને લઈ ધોરાજીના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ધોરાજી માર્કેટ યાર્ડમાં 1200 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ હોય, જેમાં 300 જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા અત્યાર સુધીમાં જાણ કરવામાં આવેલી છે અને 200 જેટલા ખેડૂતો આ સોયાબીનના ટેકાના ભાવની ખરીદીમાં વેચવા માટે ધોરાજી માર્કેટમાં આવી પહોંચ્યા છે.
સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ
નાફેડ દ્વારા રોજના 50થી પણ વધારે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે, હાલ જે સરકાર અને નાફેડ દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો છે અને ખુલ્લી બજાર કરતા સોયાબીનના ભાવ જે સરકારના ટેકાના ભાવે ખરીદીમાં સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
What's Your Reaction?






