Rajkot: ધોરાજીના મુખ્ય રસ્તાઓ વરસાદ બાદ ખખડધજ હાલતમાં, તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં
રાજકોટ જિલ્લાના ધોરાજીના મુખ્ય રસ્તાઓ વરસાદ બાદ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે અને લોકો ત્રસ્ત થઈ રહ્યા છે પણ બીજી તરફ ધોરાજી નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં છે.ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજીમાં વરસાદ અગાઉ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને ધોધમાર વરસાદ પડતાની સાથે જ તમામ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે અને હવે ધોરાજીમાં થોડાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે પણ ધોરાજી નગરપાલિકાની હદમાં આવતા મુખ્ય માર્ગ અને તમામ રોડ રસ્તાઓની હાલત ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. વાહન ચાલકો કે બાળકો અકસ્માતના ભય ઓથારે લોકો જીવવા મજબૂર ધોરાજીના જેતપુર રોડ, સ્ટેશન રોડ, મેઈન બજાર, શાકમાર્કેટ રોડ, જમનાવડ રોડ જેવા તમામ રોડ રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે. ધોરાજીથી બહાર ગામ કે વિસ્તારમાં જવુ હોય તો પણ મુશ્કેલીઓ અને બહાર ગામથી ધોરાજીના વિસ્તારોમાં જવુ હોય તો પણ મુશ્કેલી પડી રહી છે. રાહદારીઓ હોય કે વાહન ચાલકો કે બાળકો અકસ્માતના ભય ઓથારે લોકો જીવી રહ્યા છે. તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માગ વાહનોમાં વજન પણ વધી જાય છે, સમયસર પહોંચવુ હોય તો પહોંચી શકાતુ નથી. આજ માર્ગ ઉપરથી અધિકારીઓ જો ચાલતા નીકળે તો સાચી વેદનાની તેમને ખબર પડે, ત્યારે ધોરાજી તરીકે ગામ હતુ તેને આજે લોકો 'ખાડાઓની નગરી' કે 'ખાડા રાજ' જેવા નામોથી બોલાવી રહ્યા છે. ધોરાજીની આમ જનતા હોય કે અન્ય ગામોમાંથી આવતા લોકો કે વાહન ચાલક હોય, વિદ્યાર્થીઓ કે વૃદ્ધો, મહિલાઓ હોય કે પુરુષો બધાની એક જ માગ છે તે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે. મોરબીમાં પણ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ મોરબીમાં પણ ગ્રામીણ રસ્તાઓની સ્થિતિ ખસ્તા હાલતમાં છે. નવલખી રોડથી માળિયા સુધીનો રસ્તો પુરી રીતે તૂટી ગયો છે, 9 ગામને જોડતો માર્ગ તૂટતા લોકોને ભારે હાલાકી સહન કરવાનો વાર આવ્યો છે. ઠેર-ઠેર મસમોટા ખાડા પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ત્યારે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક રોડ નવો બનાવવા માટે માગ કરવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના ધોરાજીના મુખ્ય રસ્તાઓ વરસાદ બાદ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે અને લોકો ત્રસ્ત થઈ રહ્યા છે પણ બીજી તરફ ધોરાજી નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં છે.
ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી
રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજીમાં વરસાદ અગાઉ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને ધોધમાર વરસાદ પડતાની સાથે જ તમામ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે અને હવે ધોરાજીમાં થોડાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે પણ ધોરાજી નગરપાલિકાની હદમાં આવતા મુખ્ય માર્ગ અને તમામ રોડ રસ્તાઓની હાલત ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે.
વાહન ચાલકો કે બાળકો અકસ્માતના ભય ઓથારે લોકો જીવવા મજબૂર
ધોરાજીના જેતપુર રોડ, સ્ટેશન રોડ, મેઈન બજાર, શાકમાર્કેટ રોડ, જમનાવડ રોડ જેવા તમામ રોડ રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે. ધોરાજીથી બહાર ગામ કે વિસ્તારમાં જવુ હોય તો પણ મુશ્કેલીઓ અને બહાર ગામથી ધોરાજીના વિસ્તારોમાં જવુ હોય તો પણ મુશ્કેલી પડી રહી છે. રાહદારીઓ હોય કે વાહન ચાલકો કે બાળકો અકસ્માતના ભય ઓથારે લોકો જીવી રહ્યા છે.
તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માગ
વાહનોમાં વજન પણ વધી જાય છે, સમયસર પહોંચવુ હોય તો પહોંચી શકાતુ નથી. આજ માર્ગ ઉપરથી અધિકારીઓ જો ચાલતા નીકળે તો સાચી વેદનાની તેમને ખબર પડે, ત્યારે ધોરાજી તરીકે ગામ હતુ તેને આજે લોકો 'ખાડાઓની નગરી' કે 'ખાડા રાજ' જેવા નામોથી બોલાવી રહ્યા છે. ધોરાજીની આમ જનતા હોય કે અન્ય ગામોમાંથી આવતા લોકો કે વાહન ચાલક હોય, વિદ્યાર્થીઓ કે વૃદ્ધો, મહિલાઓ હોય કે પુરુષો બધાની એક જ માગ છે તે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે.
મોરબીમાં પણ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ
મોરબીમાં પણ ગ્રામીણ રસ્તાઓની સ્થિતિ ખસ્તા હાલતમાં છે. નવલખી રોડથી માળિયા સુધીનો રસ્તો પુરી રીતે તૂટી ગયો છે, 9 ગામને જોડતો માર્ગ તૂટતા લોકોને ભારે હાલાકી સહન કરવાનો વાર આવ્યો છે. ઠેર-ઠેર મસમોટા ખાડા પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ત્યારે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક રોડ નવો બનાવવા માટે માગ કરવામાં આવી રહી છે.