સરગાસણમાં ટોળું ધોકાઓ સાથે યુવાન ઉપર તૂટી પડયું : હત્યાનો પ્રયાસ

ગરબા રમવા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યુંજીવ બચાવવા માટે યુવાને જાહેર શૌચાલયના ધાબા ઉપર સંતાઈ જવું પડયું : લેકાવાડના ત્રણ સહિત ટોળા સામે ગુનો દાખલગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં ગરબામાં થયેલી માથાકૂટ બાદ અદાવત રાખીને ૨૦થી ૨૫ યુવાનોનું ટોળું સરગાસણ પહોંચ્યું હતું અને અહીં અમદાવાદથી આવેલા યુવાન ઉપર ધોકા સાથે તૂટી પડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જીવ બચાવવા માટે યુવાને સંતાઈ જવું પડયું હતું ત્યારે આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે.નવરાત્રી પર્વ દરમિયાન મારામારીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરના સરગાસણમાં અમદાવાદ ખાતે રહેતા યુવાનની હત્યાનો પ્રયાસ થયો છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડા ખાતે વીજળી કર્મચારી સોસાયટીમાં રહેતો ઓમ જીગ્નેશભાઈ શાહ તેના મિત્રો સાથે ગાંધીનગરમાં ગરબા રમવા માટે આવ્યો હતો અને આ ગરબા રમવા બાબતે તેના મિત્રને તકરાર થઈ હતી ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું. જોકે જીગ્નેશ અને તેના મિત્રો સરગાસણ પાસે નાસ્તો કરવા ઊભા હતા તે દરમિયાન ગરબામાં થયેલા ઝઘડાની અદાવત રાખીને ૨૦થી ૨૫ લોકોનું ટોળું ત્યાં આવી ગયું હતું અને તેના મિત્ર પ્રથમસિંહ વાઘેલાને માર મારવાનું શરૃ કર્યું હતું અને તેના પગલે જીગ્નેશ વચ્ચે પડયો તો આ દરમિયાન આ ટોળાએ તેની ઉપર હુમલો કરી દીધો હતો અને અન્ય મિત્રોને માર મારતા તેઓ નાસી છૂટયા હતા. જોકે આ ટોળું જીગ્નેશ ઉપર તૂટી પડયું હતું જેના પગલે તે અડાલજ તરફ જીવ બચાવવા માટે દોડયો હતો અને ત્યારબાદ એક ગલ્લા નીચે સંતાઈ ગયો હતો અને જ્યાંથી તેના પિતાને ફોન કર્યા બાદ તે નજીકના જાહેર શૌચાલયના ધાબા ઉપર છુપાઈ ગયો હતો. તેના પિતા ત્યાં આવ્યા હતા અને આ યુવાનને સારવાર માટે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે લેકાવાડામાં રહેતા હર્ષવર્ધનસિંહ વાઘેલા, જયદેવસિંહ વાઘેલા, સુરજપાલસિંહ વાઘેલા સહિત ૨૦ થી ૨૫ માણસોના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી હતી.

સરગાસણમાં ટોળું ધોકાઓ સાથે યુવાન ઉપર તૂટી પડયું : હત્યાનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગરબા રમવા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું

જીવ બચાવવા માટે યુવાને જાહેર શૌચાલયના ધાબા ઉપર સંતાઈ જવું પડયું : લેકાવાડના ત્રણ સહિત ટોળા સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં ગરબામાં થયેલી માથાકૂટ બાદ અદાવત રાખીને ૨૦થી ૨૫ યુવાનોનું ટોળું સરગાસણ પહોંચ્યું હતું અને અહીં અમદાવાદથી આવેલા યુવાન ઉપર ધોકા સાથે તૂટી પડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જીવ બચાવવા માટે યુવાને સંતાઈ જવું પડયું હતું ત્યારે આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

નવરાત્રી પર્વ દરમિયાન મારામારીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરના સરગાસણમાં અમદાવાદ ખાતે રહેતા યુવાનની હત્યાનો પ્રયાસ થયો છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડા ખાતે વીજળી કર્મચારી સોસાયટીમાં રહેતો ઓમ જીગ્નેશભાઈ શાહ તેના મિત્રો સાથે ગાંધીનગરમાં ગરબા રમવા માટે આવ્યો હતો અને આ ગરબા રમવા બાબતે તેના મિત્રને તકરાર થઈ હતી ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું. જોકે જીગ્નેશ અને તેના મિત્રો સરગાસણ પાસે નાસ્તો કરવા ઊભા હતા તે દરમિયાન ગરબામાં થયેલા ઝઘડાની અદાવત રાખીને ૨૦થી ૨૫ લોકોનું ટોળું ત્યાં આવી ગયું હતું અને તેના મિત્ર પ્રથમસિંહ વાઘેલાને માર મારવાનું શરૃ કર્યું હતું અને તેના પગલે જીગ્નેશ વચ્ચે પડયો તો આ દરમિયાન આ ટોળાએ તેની ઉપર હુમલો કરી દીધો હતો અને અન્ય મિત્રોને માર મારતા તેઓ નાસી છૂટયા હતા. જોકે આ ટોળું જીગ્નેશ ઉપર તૂટી પડયું હતું જેના પગલે તે અડાલજ તરફ જીવ બચાવવા માટે દોડયો હતો અને ત્યારબાદ એક ગલ્લા નીચે સંતાઈ ગયો હતો અને જ્યાંથી તેના પિતાને ફોન કર્યા બાદ તે નજીકના જાહેર શૌચાલયના ધાબા ઉપર છુપાઈ ગયો હતો. તેના પિતા ત્યાં આવ્યા હતા અને આ યુવાનને સારવાર માટે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે લેકાવાડામાં રહેતા હર્ષવર્ધનસિંહ વાઘેલા, જયદેવસિંહ વાઘેલા, સુરજપાલસિંહ વાઘેલા સહિત ૨૦ થી ૨૫ માણસોના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી હતી.