Rajkot: ધોરાજીના તોરણીયા ગામે યુવતીની હત્યા કરી યુવકે કર્યો આપઘાત, જાણો કેમ

Dec 6, 2024 - 19:00
Rajkot: ધોરાજીના તોરણીયા ગામે યુવતીની હત્યા કરી યુવકે કર્યો આપઘાત, જાણો કેમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે વાડીમાં રહેતા ખેત મજૂરે એક યુવતીનુંહત્યા કરી યુવકે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીંયા તોરણીયા ગામની વાડી વિસ્તારમાં હરમીત ડાભી કે જેની ઉંમર 21 અને તેના જ પરિવારમાં આવતો જીગ્નેશ મકવાણાએ હરમીતને તિક્ષણ હથિયાર વડે ગળામાં ધા મારીને મારીને હત્યા નીપજાવેલ હોવાનું પ્રાથમિક સામે આવ્યું હતું. અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટેલ હતા. આ મૃતક યુવતી જેનું નામ હરમીત ડાભી છે તેનો મૃતદેહ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો અને આ હત્યાની ધોરાજી પોલીસ તપાસ ચલાવી જ રહી હતી ત્યાં જે યુવક જીગ્નેશ પરમાર છે તેને ખેતરમાં યુવતીની હત્યા કરેલ હતી તેનાથી ત્રણ-ચાર ખેતર બાદ ભિયાળ જવાના રસ્તે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલ હોય તેવું પ્રાથમિક તપાસ‌ જાણવા મળેલ અને પોલીસ ઘટના સ્થળે જઈ મૃતક જીગ્નેશનો મૃતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો.

આ બાબતે ધોરાજી પોલીસ વધુ તપાસ કરી રહી છે ત્યારે આ જીગ્નેશ પરમાર જે હરમીતનો સગામાં હોય તેવું જાણવા મળેલ છે જેમાં આ જીગ્નેશ દ્વારા ક્યાં કારણોસર હર્મિતાની હત્યા કરી છે શું કામ કરવામાં આવી છે તેની તપાસ હાલ ધોરાજી પોલીસ કરી રહી છે ત્યારે હાલ વધુ સાચી હકીકત ધોરાજી પોલીસ જે કાર્યવાહી કરશે તેના બાદ જ સાચી હકીકત જાણવા મળશે. આ ધોરાજી તાલુકાના તોરણીયા ગામનો બનાવ ધોરાજી પંથકમાં ચર્ચા જવા પામ્યો છે.

આ બનાવવાની માહિતીઓ એવી સામે આવી છે કે, આ મૃતક યુવતીના લગ્ન દેવળકી ગામના વિપુલ ચંદુભાઇ સતરોટીયા સાથે નક્કી થયેલ હતા અને ત્યારે મૃતક યુવતી હર્મીતા સાથે આપઘાત કરનાર યુવક જીગ્નેશને લગ્ન કરવા કરવા હતા જેથી તેને આ લગ્ન બાબતે સારૂ નહી લાગતા આ જીગ્નેશે હર્મીતાના ગળાના ભાગે ધારદાર હથીયાર વડે ઇજા કરી હરમીતને મોતને ઘાટ ઉતારી સ્થળ પરથી નાશી જઇ પોતે પોતાની મેળે ઝેરી દવા પી આપધાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

આ બાબતને લઈને ધોરાજી તાલુકા પોલીસે મૃતક યુવતી હરમીતના પિતા જીવણલાલ ડાભી નામના વ્યક્તિની પોલીસ ફરિયાદ નોંધી છે જેમાં હત્યાના આ બનાવમાં મૃતક જીગ્નેશ પરમાર સામે ફરિયાદ નોંધી અને આ મામલે ધોરાજી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને જી. પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી સમગ્ર બાબતે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0