Rajkot: જેતપુરમાં દાગીના ચોરતી ટોળકી ઝડપાઈ, 3 લોકોની પોલીસે કરી ધરપકડ

ઓટો રિક્ષામાં વૃદ્ધ મહિલાઓએ બેસતા પહેલા હવે ચેતી જવું જોઈએ, કારણે જેતપુર સિટી પોલીસે ઓટો રીક્ષામાં વૃદ્ધ મહિલાઓને બેસાડી વૃદ્ધ મહિલાને નજર ચૂકવીને ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે.રીક્ષામાં વૃદ્ધ મહિલા પાસે એક શખ્સ બેસીને કારીગરી કરી ગયો રાજકોટના જેતપુરમાં ઓટો રીક્ષામાં બેસી એક વૃદ્ધ મહિલા ઘર તરફ જતા સમયે રીક્ષામાં બેઠેલા શખ્સોએ વૃદ્ધ મહિલાની નજર ચૂકવીને હાથમાં પહેરેલી સોનાની બંગડી કાઢી લીધી હતી, સાથે જ જલારામ નગર-3માં રહેતા ભાનુબેન રવજીભાઈ રાઠોડ સ્ટેન્ડ ચોક પાસે રીક્ષા સ્ટેન્ડે ઉભા હતા, ત્યારે ત્યાંથી એક ઓટો રીક્ષા નીકળી જેમાં ડ્રાઈવર સહિત ચાર લોકો બેઠા હતા. જેમાંથી ડ્રાઈવરે જ તેમને કહ્યું કે આમાં બેસી જાવ અને પછી એક શખ્સ ભાનુબેનની બાજુમાં બેસી ગયો હતો અને તેણીના હાથ પર થેલો રાખી કોઈ કારીગરી કરી હતી. વૃદ્ધે નોંધાવી પોલીસ ફરિયાદ ત્યારબાદ વૃદ્ધાને શંકા પડતાં તેમણે રીક્ષા ઉભી રાખવા કહ્યું અને ચાલકે તેને નીચે ઉતારી દીધા ત્યારે તેણીના હાથમાં બંગડી ન હતી, આથી વૃદ્ધાએ અજાણી ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જેતપુર સિટી પોલીસે મુન્નાભાઈ મકવાણા, રાકેશ રાજાણીની અટકાયત કરી હતી અને તેમની સાથે બે શખ્સ પરેશ સોલંકી અને ઉમેશભાઈ પણ હોવાનું ખુલ્યું હતું. જ્યારે બંગડી તેઓએ શહેરના હારવે ઘાટ પાસે રહેતા અમર ડાભીને વેચી હોવાનું પૂછપરછમાં કબુલ્યું હતું. જો કે પોલીસે ત્રણ ઈસમોને પકડી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. ચોરી કરતી ટોળકીની શું હતી મોડસ ઓપરેન્ડી? ઝડપાયેલા આરોપીઓ ઓટો રિક્ષામાં વૃદ્ધ મહિલાઓને જ બેસાડી ટાર્ગેટ કરતા હતા, સાથે જ અશક્ત વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી વૃદ્ધની નજર ચૂકવી શરીર ઉપર પહેરલા સોનાના દાગીનાઓની ચોરી કરવાની ખાસ મોડસ ઓપરેન્ડી ટોળકીની હતી. જો કે પોલીસે હાલમાં આરોપી મુન્ના મકવાણા, રાકેશ રાજાણી, પરેશ સોલંકી વિરુદ્ધ અગાઉ રાજકોટ સીટી પોલીસમાં ગુના નોંધાયેલા છે. હાલ તો ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે, જ્યારે ફરાર ઉમેશ અને પરેશ સોલંકીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Rajkot: જેતપુરમાં દાગીના ચોરતી ટોળકી ઝડપાઈ, 3 લોકોની પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઓટો રિક્ષામાં વૃદ્ધ મહિલાઓએ બેસતા પહેલા હવે ચેતી જવું જોઈએ, કારણે જેતપુર સિટી પોલીસે ઓટો રીક્ષામાં વૃદ્ધ મહિલાઓને બેસાડી વૃદ્ધ મહિલાને નજર ચૂકવીને ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે.

રીક્ષામાં વૃદ્ધ મહિલા પાસે એક શખ્સ બેસીને કારીગરી કરી ગયો

રાજકોટના જેતપુરમાં ઓટો રીક્ષામાં બેસી એક વૃદ્ધ મહિલા ઘર તરફ જતા સમયે રીક્ષામાં બેઠેલા શખ્સોએ વૃદ્ધ મહિલાની નજર ચૂકવીને હાથમાં પહેરેલી સોનાની બંગડી કાઢી લીધી હતી, સાથે જ જલારામ નગર-3માં રહેતા ભાનુબેન રવજીભાઈ રાઠોડ સ્ટેન્ડ ચોક પાસે રીક્ષા સ્ટેન્ડે ઉભા હતા, ત્યારે ત્યાંથી એક ઓટો રીક્ષા નીકળી જેમાં ડ્રાઈવર સહિત ચાર લોકો બેઠા હતા. જેમાંથી ડ્રાઈવરે જ તેમને કહ્યું કે આમાં બેસી જાવ અને પછી એક શખ્સ ભાનુબેનની બાજુમાં બેસી ગયો હતો અને તેણીના હાથ પર થેલો રાખી કોઈ કારીગરી કરી હતી.

વૃદ્ધે નોંધાવી પોલીસ ફરિયાદ

ત્યારબાદ વૃદ્ધાને શંકા પડતાં તેમણે રીક્ષા ઉભી રાખવા કહ્યું અને ચાલકે તેને નીચે ઉતારી દીધા ત્યારે તેણીના હાથમાં બંગડી ન હતી, આથી વૃદ્ધાએ અજાણી ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જેતપુર સિટી પોલીસે મુન્નાભાઈ મકવાણા, રાકેશ રાજાણીની અટકાયત કરી હતી અને તેમની સાથે બે શખ્સ પરેશ સોલંકી અને ઉમેશભાઈ પણ હોવાનું ખુલ્યું હતું. જ્યારે બંગડી તેઓએ શહેરના હારવે ઘાટ પાસે રહેતા અમર ડાભીને વેચી હોવાનું પૂછપરછમાં કબુલ્યું હતું. જો કે પોલીસે ત્રણ ઈસમોને પકડી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

ચોરી કરતી ટોળકીની શું હતી મોડસ ઓપરેન્ડી?

ઝડપાયેલા આરોપીઓ ઓટો રિક્ષામાં વૃદ્ધ મહિલાઓને જ બેસાડી ટાર્ગેટ કરતા હતા, સાથે જ અશક્ત વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી વૃદ્ધની નજર ચૂકવી શરીર ઉપર પહેરલા સોનાના દાગીનાઓની ચોરી કરવાની ખાસ મોડસ ઓપરેન્ડી ટોળકીની હતી. જો કે પોલીસે હાલમાં આરોપી મુન્ના મકવાણા, રાકેશ રાજાણી, પરેશ સોલંકી વિરુદ્ધ અગાઉ રાજકોટ સીટી પોલીસમાં ગુના નોંધાયેલા છે. હાલ તો ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે, જ્યારે ફરાર ઉમેશ અને પરેશ સોલંકીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.