Rajkot: ગેરકાયદે હથિયાર નેટવર્કમાંથી પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર અને ભાજપ સભ્ય જીલુ બારૈયા 3 હથિયાર સાથે ઝડપાયો

Jul 17, 2026 - 14:30
Rajkot: ગેરકાયદે હથિયાર નેટવર્કમાંથી પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર અને ભાજપ સભ્ય જીલુ બારૈયા 3 હથિયાર સાથે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ પીસીબી દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં વધુ એક સફળતા મળી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વધુ 4 જીવલેણ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે, જેમાં મોટું રાજકીય કનેક્શન બહાર આવ્યું છે.

ગેરકાયદેસર હથિયારોના નેટવર્કનો પર્દાફાસ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માસુમબેન બારૈયાનો પુત્ર જીલુ બારૈયા, જે પોતે પણ શાસક પક્ષ ભાજપનો સક્રિય સભ્ય છે, તે ગેરકાયદેસર હથિયારો છુપાવીને ફરતો હોવાનું સામે આવ્યું છે. પીસીબીએ જીલુ બારૈયાની ધરપકડ કરીને તેની પાસેથી ઘાતક હથિયારોનો જથ્થો રિકવર કર્યો છે, જેમાં બે દેશી તમંચા અને એક દેશી બનાવટની પિસ્તોલ સામેલ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જીલુએ કબૂલ્યું હતું કે તેણે આ ત્રણેય હથિયારો આ કેસમાં અગાઉ પકડાઈ ચૂકેલા દર્શન નામના ગુનેગાર પાસેથી ખરીદ્યા હતા.

28 ગેરકાયદેસર હથિયારો કબ્જે

જ્યારે આ ઓપરેશનમાં પકડાયેલા બીજા આરોપી ઋતુરાજ ખાચરે અગાઉ પકડાયેલા આરોપી પ્રદિપ ખાચર પાસેથી એક દેશી પિસ્તોલ ખરીદી હોવાની કબૂલાત કરી હતી, જે પોલીસે જપ્ત કરી છે. રાજકોટ પીસીબીની આ અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી માનવામાં આવી રહી છે. ગેરકાયદેસર હથિયારોના આ આખા નેટવર્કના છેડા ક્યાં સુધી લંબાયેલા છે અને આ હથિયારો કોઈ ગુનાહિત કાવતરાને અંજામ આપવા માટે મંગાવાયા હતા કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. અત્યાર સુધીમાં આ આખી સિન્ડિકેટમાંથી 13 સભ્યો પકડાઈ ચૂક્યા છે અને તેમની પાસેથી 28 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મામલે હજુ વધુ ધરપકડ થાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો: Limbdi: ચુડાની KGB વિદ્યાલયમાં 70 થી વધુ વિદ્યાર્થીનીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર,તંત્રમાં મચી ગઈ ભારે દોડધામ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0