Rajkot : ગુજરાત હાઉસિંગ બોર્ડની 68 જેટલી દુકાનોની હરાજી પર હાઇકોર્ટનો સ્ટેનો હુકમ
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની દુકાનોને લઈને હાઈકોર્ટે હુકમ આપ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદે બાંધકામમાં મુદ્દે સ્થાનિકોએ શરતભંગ અંગે HCમાં ફરિયાદ કરી હતી. સ્થાનિકોની ફરિયાદ બાદ હાઈકોર્ટે દુકાનો મામલે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે હાઉસિંગ બોર્ડની 68 જેટલી દુકાનોની ડિજિટલ હરાજી પર સ્ટેનો હુકમ આપ્યો છે. જે અંતર્ગત 1 સપ્ટેમ્બર સુધી દુકાનોની ડિજિટલ હરાજી પર રોક લગાવવામાં આવી.
રહીશોની ગેરકાયદે બાંધકામ મુદ્દે કોર્ટમાં ફરિયાદ
હાઇકોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મૂળ જમીનની શરતભંગ અંગે રંગોલી સોસાયટીના રહેવાસીઓ દ્વારા ફરિયાદ કરાઈ હતી. સોસાયટીના રહીશોએ થોડા દિવસ પહેલા જ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ દુકાનોની હરાજી મામલે કલેકટરને રજૂઆત કરી હતી. રહીશોનું કહેવું છે કે વેપારીઓ દ્વારા ગેરકાયદે બાંધકામ કરી નિયમનું ઉલ્લંઘન કરાયું છે. અને આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યાં બીજી બાજુ વેપારીઓ દ્વારા હરાજીની પ્રક્રિયા કરવામાં આવી. હાઉસિંગ બોર્ડની દુકાનોની હરાજી એ યોગ્ય ના હોવાનું કલેકટરને આવેદન પાઠવી તેના પર સ્ટેની માગ કરી હતી.
ગેરકાયદે બાંધકામ મામલે રજૂઆત
હાઉસિંગ બોર્ડના રહીશોએ કલેકટરને આપેલ આવેદનપત્રમાં મહત્વની માગણીઓની રજૂઆત કરી હતી. જે મુજબ હાઉસિંગ બોર્ડની ગેરકાયદે બાંધકામની દુકાનોની હરાજીને બંધ કરવા કહ્યું હતું. તેમજ કોર્ટ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડને જમીનના ઉપયોગ અને નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવે. અને હાઉસિંગ બોર્ડની દુકાનો કે જે ગેરકાયદે બાંધકામ છે તેને લઈને યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે.
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
