Rajkot: કેકેવી હોલ પાસે બોલેરોએ ટક્કર મારતા કાર પલટી ખાઈ ગઈ, મોટી જાનહાનિ ટળી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ શહેરના રાજમાર્ગો પર વાહનોની ગતિ જોખમી બની રહી છે. શહેરના જાણીતા કેકેવી હોલ સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતા બોલેરો ચાલકે કારને જોરદાર ટક્કર મારતા કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી.
બોલેરો ચાલકે કારને જોરદાર ટક્કર મારી
અકસ્માત એટલો જોરદાર હતો કે કાર પલટી મારી ગઈ હતી અને કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. જોકે, સદ્દનસીબે કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો છે. એરબેગ્સ અથવા નસીબજોગે મોટી ઈજાઓથી બચાવ થયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
CCTVમાં કેદ થઈ ઘટના
આ સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે બોલેરો ચાલક કેટલી સ્પીડમાં હતો અને કેવી રીતે ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક માનવતા નેવે મૂકીને ઉભા રહેવાને બદલે વાહન સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: Ahmedabad: માંડલમાં માટીની ભેખડ ધસી પડતા બે યુવકોના કરુણ મોત, રેતી કાઢતી વખતે સર્જાઈ મોટી દુર્ઘટના
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

