Rajkot : અસામાજિક તત્વોનો આતંક, મકાન પર સોડાની બોટલો ફેંકી થાર કાર સહિત 7 વાહનોને આગ ચાંપી

Nov 11, 2026 - 14:30
Rajkot : અસામાજિક તત્વોનો આતંક, મકાન પર સોડાની બોટલો ફેંકી થાર કાર સહિત 7 વાહનોને આગ ચાંપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના રૈયા ગામમાં દિવાળીની રાત્રે બે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મકાન પર સોડાની બોટલો ફેંકી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાર્કિંગમાં પડેલી થાર કારને આગ ચાંપવામાં આવતાં કુલ 7 જેટલાં વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

મકાન પર સોડાની બોટલોના ઘા કરી આતંક

રૈયા ગામમાં બે શખ્સોએ મકાન પર સોડાની બોટલો ફેંકી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અસામાજિક તત્વોની આ હરકતથી સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

થાર કાર સહિત 7 વાહનો આગમાં ખાખ

પાર્કિંગમાં પડેલી થાર કારને આગ લગાવવામાં આવતાં આગની લપેટમાં અન્ય વાહનો પણ આવી ગયાં હતાં. પરિણામે કુલ 7 જેટલાં વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. દિવાળીની રાત્રે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે.

પોલીસની કામગીરી સામે લોકોમાં નારાજગી

અસામાજિક તત્વોના આતંક અને પોલીસની ઢીલી નીતિને લઈને સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાઈ છે. યુનિવર્સિટી પોલીસે અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ઝડપી ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.  


આ પણ વાંચો :     Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0