Rajkotમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રાજકોટથી 7 કિમી દૂર કેન્દ્ર બિંદુ

Mar 24, 2026 - 18:30
Rajkotમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રાજકોટથી 7 કિમી દૂર કેન્દ્ર બિંદુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં આજે વહેલી સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.2 નોંધવામાં આવી છે, જે સામાન્ય હોવા છતાં સ્થાનિકોએ તેને સ્પષ્ટપણે અનુભવ્યો હતો.

આંચકો સાંજે 5:41 કલાકે નોંધાયો


ભૂકંપ સંશોધન કેન્દ્ર (ISR) ના જણાવ્યા અનુસાર, આ આંચકો સાંજે 5:41 કલાકે નોંધાયો હતો. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી માત્ર 7 કિમી દૂર નોંધાયું છે.

હળવો આંચકો

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી. જોકે, ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ એક હળવો આંચકો હતો, પરંતુ કેન્દ્રબિંદુ નજીક હોવાથી તેની અસર વધુ અનુભવાઈ હતી. વહીવટી તંત્રએ લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0