Rajkotમાં સોની પરિવારના 7 લોકોએ ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ
રાજકોટમાં 7 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા તરત સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે.લોન મુદ્દે બેન્ક વાળા હેરાન કરતા હોવાના આરોપને લઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે.હાલ આસપાસના લોકોએ સોની પરિવારના તમામ સભ્યોને સારવાર હેટળ ખસેડી પોલીસે તપાસ હાથધરી છે.આ સમગ્ર ઘટનામાં લોનને લઈ કકરાટ ચાલી રહ્યો છે.તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા રાજકોટ - ગુંદાવાડી વિસ્તારમાં સોની પરિવારના 7 લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે,આ તમામ લોકો એક જ પરિવારના હોય તેવી શંકા સેવાઈ રહી છે.ઝેરી દવાની અસર થતા આસપાસના લોકોએ ભેગા મળીને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે.જયાં પરિવારના લોકોને પ્રાથમિક સારવાર આપી શરીરમાંથી પોઈઝન દૂર કરવા માટેની કામગીરી કરાઈ રહી છે,પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.અને વિગતવાર માહિતી મેળવી રહ્યાં છે. બેન્કવાળા હેરાન કરતા હોવાનો આક્ષેપ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બેન્ક વાળા આ પરિવારને હેરાન કરતા હતા અને લોનને લઈ માથાકૂટ ચાલતી હતી તેવી માહિતી પ્રાથમિક રીતે સામે આવી છે,આક્ષેપ એવા પણ લગાવવામાં આવ્યા છે કે,બેન્કની લોન લીધી હતી અને તે પુરી થવાની તૈયારી હતી પરંતુ પરિવાર અને બેન્કના સભ્યોને લઈ માથાકૂટ લાંબા સમયથી ચાલતી હતી ત્યારે બેન્ક તરફથી ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ લાગ્યો છે,ત્યારે પોલીસ તપાસમાં શું સામે આવે છે એ તો પરિવારના સભ્યોના નિવેદન બાદ જ ખબર પડશે 23-08-2024ના રોજ વડોદરામાં પિતા-પુત્રીએ આપઘાત કર્યો વડોદરાના ભાયલીમાં ધી ફલોરન્સ ફલેટમાં પિતા-પુત્રીએ આપઘાત કરી લેતા આસપાસના પાડોશીમાં પણ શોકની લાગણી છવાઈ હતી,મૃતક ચિરાગના છૂટાછેડા થતા તેમની દિકરી સાથે રહેતા હતા,પહેલા દિકરીને ઝેર પીવડાવ્યુ અને ત્યારબાદ તેમણે ઝેર પી આપઘાત કરી લીધો હતો.તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આપ્યો હતો,પરિવારજનો તેમજ આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા,અને પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસ હાથધરી હતી. 22-05-2024ના રોજ પડધરીમાં બની સામૂહિક આપઘાતની ઘટનારાજકોટના પડધરીમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોએ સામૂહિક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો હતો,મૃતક કાદર ભાઈ મુકાદમ,પત્ની ફરીદાબેન કાદરભાઈ મુકાદમ અને પુત્ર આસિફ મુકાદમે આપઘાત કર્યો હતો,આપઘાત કેમ કર્યો તેને લઈ એક સવાલ છે,તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. આર્થિક સંકડામણના કારણે વધુ સામૂહિક આપઘાતસતત વધી રહેલ આત્મહત્યા અને સામુહિક આત્મહત્યાના બનાવોને અટકાવવા શુ કરવું જોઈએ?. આવા બનાવો બનાવ પાછળના કારણો શુ છે?. આવા કિસ્સામાં શહેરમાં બનેલ ચાર સામુહિક આપઘાતના કિસ્સામાં ત્રણ કિસ્સા આર્થિક સંકડામણના કારણે બન્યા છે. સામૂહિક આત્મહત્યા કે આત્મહત્યા પાછળના અનેક કારણો જવાબદાર છે. આ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જેને નિવરમાં માટે વ્યક્તિએ મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ ન કે હતાશ થવું જોઈએ. વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં તણાવમાં હોય તો રાજ્ય સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર સંપર્ક કરી મદદ માંગી શકે છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ નજીકન મિત્ર કે સંબંધી સાથે વાતચીત કરવી જોઈએ. .
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં 7 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા તરત સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે.લોન મુદ્દે બેન્ક વાળા હેરાન કરતા હોવાના આરોપને લઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે.હાલ આસપાસના લોકોએ સોની પરિવારના તમામ સભ્યોને સારવાર હેટળ ખસેડી પોલીસે તપાસ હાથધરી છે.આ સમગ્ર ઘટનામાં લોનને લઈ કકરાટ ચાલી રહ્યો છે.
તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
રાજકોટ - ગુંદાવાડી વિસ્તારમાં સોની પરિવારના 7 લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે,આ તમામ લોકો એક જ પરિવારના હોય તેવી શંકા સેવાઈ રહી છે.ઝેરી દવાની અસર થતા આસપાસના લોકોએ ભેગા મળીને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે.જયાં પરિવારના લોકોને પ્રાથમિક સારવાર આપી શરીરમાંથી પોઈઝન દૂર કરવા માટેની કામગીરી કરાઈ રહી છે,પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.અને વિગતવાર માહિતી મેળવી રહ્યાં છે.
બેન્કવાળા હેરાન કરતા હોવાનો આક્ષેપ
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બેન્ક વાળા આ પરિવારને હેરાન કરતા હતા અને લોનને લઈ માથાકૂટ ચાલતી હતી તેવી માહિતી પ્રાથમિક રીતે સામે આવી છે,આક્ષેપ એવા પણ લગાવવામાં આવ્યા છે કે,બેન્કની લોન લીધી હતી અને તે પુરી થવાની તૈયારી હતી પરંતુ પરિવાર અને બેન્કના સભ્યોને લઈ માથાકૂટ લાંબા સમયથી ચાલતી હતી ત્યારે બેન્ક તરફથી ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ લાગ્યો છે,ત્યારે પોલીસ તપાસમાં શું સામે આવે છે એ તો પરિવારના સભ્યોના નિવેદન બાદ જ ખબર પડશે
23-08-2024ના રોજ વડોદરામાં પિતા-પુત્રીએ આપઘાત કર્યો
વડોદરાના ભાયલીમાં ધી ફલોરન્સ ફલેટમાં પિતા-પુત્રીએ આપઘાત કરી લેતા આસપાસના પાડોશીમાં પણ શોકની લાગણી છવાઈ હતી,મૃતક ચિરાગના છૂટાછેડા થતા તેમની દિકરી સાથે રહેતા હતા,પહેલા દિકરીને ઝેર પીવડાવ્યુ અને ત્યારબાદ તેમણે ઝેર પી આપઘાત કરી લીધો હતો.તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આપ્યો હતો,પરિવારજનો તેમજ આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા,અને પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસ હાથધરી હતી.
22-05-2024ના રોજ પડધરીમાં બની સામૂહિક આપઘાતની ઘટના
રાજકોટના પડધરીમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોએ સામૂહિક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો હતો,મૃતક કાદર ભાઈ મુકાદમ,પત્ની ફરીદાબેન કાદરભાઈ મુકાદમ અને પુત્ર આસિફ મુકાદમે આપઘાત કર્યો હતો,આપઘાત કેમ કર્યો તેને લઈ એક સવાલ છે,તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.
આર્થિક સંકડામણના કારણે વધુ સામૂહિક આપઘાત
સતત વધી રહેલ આત્મહત્યા અને સામુહિક આત્મહત્યાના બનાવોને અટકાવવા શુ કરવું જોઈએ?. આવા બનાવો બનાવ પાછળના કારણો શુ છે?. આવા કિસ્સામાં શહેરમાં બનેલ ચાર સામુહિક આપઘાતના કિસ્સામાં ત્રણ કિસ્સા આર્થિક સંકડામણના કારણે બન્યા છે. સામૂહિક આત્મહત્યા કે આત્મહત્યા પાછળના અનેક કારણો જવાબદાર છે. આ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જેને નિવરમાં માટે વ્યક્તિએ મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ ન કે હતાશ થવું જોઈએ. વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં તણાવમાં હોય તો રાજ્ય સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર સંપર્ક કરી મદદ માંગી શકે છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ નજીકન મિત્ર કે સંબંધી સાથે વાતચીત કરવી જોઈએ.
.