Rajkotમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુગલે કર્યો આપઘાત, પોલીસે હાથધરી તપાસ

રાજકોટમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુલગે આપઘાત કર્યો છે,આપઘાત પાછળનું કારણ અકબંધ છે.યુગલ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી,અને પોલીસે બન્નેના ફોન જપ્ત કરી વધુ તપાસ હાથધરી છે,પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.આગળ પોલીસની તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું. યુગલે કર્યો આપઘાત રાજકોટના રેલનગરના શ્રીજી રેસિડન્સી ખાતે પ્રેમી યુગલે આપઘાત કરતા ફલેટમાં રહેતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો,રેલનગર ખાતે આવેલા શ્રીજી નગરમાં યુગલે એક અઠવાડીયા પૂર્વે મકાન ભાડે રાખ્યું હતુ અને બન્ને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા ત્યારે કયા કારણોસર આ પગલું ભર્યુ તેનું કારણ સામે આવ્યું નથી,ત્યારે આ લોકો પરણિત હતા અને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા કે શું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે. સોશિયલ મિડીયાના માધ્યમથી આવ્યા સંપર્કમાં બન્ને યુગલ સોશિયલ મિડીયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા તેવી માહિતી સામે આવી છે.તૃપ્તિ ધ્રાંગધરીયા અને અપરણિત યુવાન અક્ષય કલોલીયાએ આપઘાત કર્યો છે.પોલીસે બન્નેના પરિવારનો સંપર્ક કર્યો છે અને પીએમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે,અગામી સમયમાં પોલીસ આ બાબતે વધુ ખુલાસા કરી શકે છે. 17-08-2024ના રોજ અમદાવાદમાં લીવ ઈન રિલેશનશીપ હત્યામાં પલટાઈ અમદાવાદના સરદારનગરમાં પ્રેમિએ પ્રેમિકાની ગળુ દબાવી હત્યા કરાતા હાહાકાર મચ્યો હતો,પ્રેમિકા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી,પરંતુ પ્રેમી તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો ન હતો આ વાતને લઈ બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા ત્યારે પ્રેમીનું મગજ જતા તેણે ગળુ દબાવી પ્રેમિકાનું પ્રાણ પંખેરૂ ફૂકી કાઢયું હતુ. લીવ ઈન રીલેશનશીપ એટલે શું લીવ ઇન રીલેશનશીપ એટલે સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર બે પુખ્ત વયના લોકો છોકરો અને છોકરી લગ્ન કર્યા વિના પણ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પારિવારિક-વૈવાહિક જીવન જીવી શકે છે. વર્ષ 2013 માં સુપ્રીમ કોર્ટે લીવ ઇન રિલેશનશિપ અંગે એક ગાઈડલાઈન જાહેર કરી હતી.  

Rajkotમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુગલે કર્યો આપઘાત, પોલીસે હાથધરી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુલગે આપઘાત કર્યો છે,આપઘાત પાછળનું કારણ અકબંધ છે.યુગલ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી,અને પોલીસે બન્નેના ફોન જપ્ત કરી વધુ તપાસ હાથધરી છે,પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.આગળ પોલીસની તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું.

યુગલે કર્યો આપઘાત

રાજકોટના રેલનગરના શ્રીજી રેસિડન્સી ખાતે પ્રેમી યુગલે આપઘાત કરતા ફલેટમાં રહેતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો,રેલનગર ખાતે આવેલા શ્રીજી નગરમાં યુગલે એક અઠવાડીયા પૂર્વે મકાન ભાડે રાખ્યું હતુ અને બન્ને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા ત્યારે કયા કારણોસર આ પગલું ભર્યુ તેનું કારણ સામે આવ્યું નથી,ત્યારે આ લોકો પરણિત હતા અને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા કે શું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.

સોશિયલ મિડીયાના માધ્યમથી આવ્યા સંપર્કમાં

બન્ને યુગલ સોશિયલ મિડીયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા તેવી માહિતી સામે આવી છે.તૃપ્તિ ધ્રાંગધરીયા અને અપરણિત યુવાન અક્ષય કલોલીયાએ આપઘાત કર્યો છે.પોલીસે બન્નેના પરિવારનો સંપર્ક કર્યો છે અને પીએમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે,અગામી સમયમાં પોલીસ આ બાબતે વધુ ખુલાસા કરી શકે છે.

17-08-2024ના રોજ અમદાવાદમાં લીવ ઈન રિલેશનશીપ હત્યામાં પલટાઈ

અમદાવાદના સરદારનગરમાં પ્રેમિએ પ્રેમિકાની ગળુ દબાવી હત્યા કરાતા હાહાકાર મચ્યો હતો,પ્રેમિકા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી,પરંતુ પ્રેમી તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો ન હતો આ વાતને લઈ બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા ત્યારે પ્રેમીનું મગજ જતા તેણે ગળુ દબાવી પ્રેમિકાનું પ્રાણ પંખેરૂ ફૂકી કાઢયું હતુ.

લીવ ઈન રીલેશનશીપ એટલે શું

લીવ ઇન રીલેશનશીપ એટલે સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર બે પુખ્ત વયના લોકો છોકરો અને છોકરી લગ્ન કર્યા વિના પણ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પારિવારિક-વૈવાહિક જીવન જીવી શકે છે. વર્ષ 2013 માં સુપ્રીમ કોર્ટે લીવ ઇન રિલેશનશિપ અંગે એક ગાઈડલાઈન જાહેર કરી હતી.