Rajkotમાં નીલ સિટી કલબમાં મંજૂરી ગરબા રમવાની આપી, લોકોએ ડાન્સના ઠુમકા માર્યા

રાજકોટમાં નીલ સિટી કલબમાં યોજાયેલ નવરાત્રિમાં આયોજકો ભાન ભૂલ્યા છે,નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં આવી છે.નવરાત્રિમાં ગરબાને બદલે ફિલ્મી સોંગ પર ડાન્સ કરતા લોકો નજરે પડયા છે,જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વિવાદ વકર્યો છે,આ બાબતને લઈ પોલીસ કોઈ કાર્યવાહી આયોજકો સામે કરશે કે નહી તેને લઈ સવાલ ઉભા થયા છે. પશ્ચિમી સંસ્કૃતિ તરફ વાળતા નવરાત્રિ આયોજકો ગુજરાતની નવરાત્રિ દેશભરમાં પ્રખ્યાત છે,ગુજરાતની નવરાત્રિને માણવા લોકો દેશભરમાંથી ઉમેટ છે,એક તરફ પાર્ટી પ્લોટમાં ગરબાને લઈ મંજૂરી અપાય છે તો બીજી તરફ ગુજરાતમાં જાણે નવરાત્રિના ગરબાનું કોઈ મહત્વના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.નીલ સિટી કલબના દ્રશ્યો સામે આવ્યા છે,જે જોઈને તમને પહેલી વારમાં એવું લાગશે કે કોઈ પાર્ટી છે,હા આ દ્રશ્યો જોઈને લોકો એમજ સમજી ગયા છે કે આ ગરબા નહી પણ કોઈ પાર્ટી થઈ રહી છે જેમાં લોકો ડાન્સ કરી રહ્યાં છે.આ કલબના માલિક નેતા ઈન્દ્રનીલ રાજગુરૂ છે. હિંદી ગીતો પર લોકો ઝૂમી ઉઠયા રાજકોટમાં એક તરફ ગરબાને લઈ મંજૂરી અપાઈ છે બીજી તરફ લોકો હિંદી ગીતો પર ડાન્સ કરી રહ્યાં છે,જાણે એમ લાગે કે અહીંયા ગરબાને નઈ પણ ગીતો પર ડાન્સ કરવાને લઈ મંજૂરી આપી છે.ડીજે દ્રારા માત્ર શકીરા જ નહી ફેમસ સોંગ જમાલકુદુ જેવા દારૂના ગુટ રાસોત્સવમાં વગાડ્યા હતા,આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો,આયોજનકો નવરાત્રિને ભૂલી ગયા અને 31 ડિસેમ્બરની પાર્ટીની નજીક પહોંચી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યો છે. પોલીસ કરશે કોઈ ફરિયાદ ? ગરબાની પરમિશન પોલીસ અને ફાયર વિભાગ આપતું હોય છે,ત્યારે આયોજકો સામે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.રાજકોટના મેયરે પણ આ ઘટનાને વખોડી છે,તેમનું પણ કહેવું છે કે આવું થવું જોઈએ નહી,નવરાત્રિની પરંપરાને ભૂલીને લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Rajkotમાં નીલ સિટી કલબમાં મંજૂરી ગરબા રમવાની આપી, લોકોએ ડાન્સના ઠુમકા માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં નીલ સિટી કલબમાં યોજાયેલ નવરાત્રિમાં આયોજકો ભાન ભૂલ્યા છે,નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં આવી છે.નવરાત્રિમાં ગરબાને બદલે ફિલ્મી સોંગ પર ડાન્સ કરતા લોકો નજરે પડયા છે,જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વિવાદ વકર્યો છે,આ બાબતને લઈ પોલીસ કોઈ કાર્યવાહી આયોજકો સામે કરશે કે નહી તેને લઈ સવાલ ઉભા થયા છે.

પશ્ચિમી સંસ્કૃતિ તરફ વાળતા નવરાત્રિ આયોજકો

ગુજરાતની નવરાત્રિ દેશભરમાં પ્રખ્યાત છે,ગુજરાતની નવરાત્રિને માણવા લોકો દેશભરમાંથી ઉમેટ છે,એક તરફ પાર્ટી પ્લોટમાં ગરબાને લઈ મંજૂરી અપાય છે તો બીજી તરફ ગુજરાતમાં જાણે નવરાત્રિના ગરબાનું કોઈ મહત્વના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.નીલ સિટી કલબના દ્રશ્યો સામે આવ્યા છે,જે જોઈને તમને પહેલી વારમાં એવું લાગશે કે કોઈ પાર્ટી છે,હા આ દ્રશ્યો જોઈને લોકો એમજ સમજી ગયા છે કે આ ગરબા નહી પણ કોઈ પાર્ટી થઈ રહી છે જેમાં લોકો ડાન્સ કરી રહ્યાં છે.આ કલબના માલિક નેતા ઈન્દ્રનીલ રાજગુરૂ છે.

હિંદી ગીતો પર લોકો ઝૂમી ઉઠયા

રાજકોટમાં એક તરફ ગરબાને લઈ મંજૂરી અપાઈ છે બીજી તરફ લોકો હિંદી ગીતો પર ડાન્સ કરી રહ્યાં છે,જાણે એમ લાગે કે અહીંયા ગરબાને નઈ પણ ગીતો પર ડાન્સ કરવાને લઈ મંજૂરી આપી છે.ડીજે દ્રારા માત્ર શકીરા જ નહી ફેમસ સોંગ જમાલકુદુ જેવા દારૂના ગુટ રાસોત્સવમાં વગાડ્યા હતા,આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો,આયોજનકો નવરાત્રિને ભૂલી ગયા અને 31 ડિસેમ્બરની પાર્ટીની નજીક પહોંચી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યો છે.

પોલીસ કરશે કોઈ ફરિયાદ ?

ગરબાની પરમિશન પોલીસ અને ફાયર વિભાગ આપતું હોય છે,ત્યારે આયોજકો સામે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.રાજકોટના મેયરે પણ આ ઘટનાને વખોડી છે,તેમનું પણ કહેવું છે કે આવું થવું જોઈએ નહી,નવરાત્રિની પરંપરાને ભૂલીને લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે.