Rajkotમાં દારૂબંધીના લીરેલીરા: મેટોડા GIDCમાં ખુલ્લેઆમ દેશી દારૂ પીતા શખ્સોનો વીડિયો થયો વાયરલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મેટોડા GIDCમાંથી કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક શખ્સો કોઈપણ ડર વગર જાહેર સ્થળે દેશી દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
ખુલ્લેઆમ દેશી દારૂ પીવાનો વીડિયો વાયરલ
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેટોડા GIDC વિસ્તારમાં કેટલાક લોકો જાહેરમાં દેશી દારૂ પી રહ્યા છે. ઔદ્યોગિક વસાહત હોવાને કારણે અહીં હજારો શ્રમિકો અને કર્મચારીઓની અવરજવર રહેતી હોય છે, તેમ છતાં ધોળા દિવસે આ પ્રકારે નશાખોરોનો જમાવડો જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ કરી
રાજકોટ ગ્રામ્ય પોલીસે આ વાયરલ વીડિયોની ગંભીરતાથી નોંધ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વીડિયો કયા ચોક્કસ સ્થળનો છે અને તેમાં દેખાતા શખ્સો કોણ છે, તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ખાતરી આપી છે કે દારૂબંધીનો ભંગ કરનાર અને જાહેરમાં નશો કરનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

