Dahod News: અભલોડમાં મધમાખીઓનો આતંક, મંદિરના કાર્યક્રમમાં મધમાખી કરડતા એકનું મોત, 8 ઘાયલ

Mar 15, 2026 - 20:30
Dahod News: અભલોડમાં મધમાખીઓનો આતંક, મંદિરના કાર્યક્રમમાં મધમાખી કરડતા એકનું મોત, 8 ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ નજીક આવેલા અભલોડ ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં અચાનક વિઘ્ન આવ્યું હતું. મહાદેવ મંદિર ખાતે માળી સમાજ દ્વારા આયોજિત અભિષેકના કાર્યક્રમમાં મધમાખીઓ ઉડતા અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓના હુમલામાં કુલ 8 લોકોને ડંખ વાગ્યા હતા, જેમાંથી એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે.

ડીજેના અવાજથી મધમાખીઓ ઉડી

ઘટનાની મળતી માહિતી અનુસાર, અભલોડ ગામે આવેલા મહાદેવ મંદિરમાં માળી સમાજ દ્વારા જળાભિષેક અને પૂજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ પ્રસંગે ડીજે પણ વગાડવામાં આવી રહ્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ડીજેના ભારે ઘોંઘાટ અને ધ્રુજારીને કારણે મંદિર પરિસરમાં રહેલા મધપૂડામાંથી મધમાખીઓ ઉડી હતી અને લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.

8 લોકો ઈજાગ્રસ્ત, બાબુભાઈ માળીનું મોત

મધમાખીઓ અચાનક ઉડતા મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. મધમાખીઓના ડંખને કારણે 8 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઝેરી મધમાખીઓના ડંખને કારણે બાબુ ધોળાભાઈ માળી નામના યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ગામમાં શોકનું મોજું

આ ઘટનાને પગલે ભક્તિમય વાતાવરણ ગમગીનીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક કાર્યક્રમમાં બનેલી આ દુર્ઘટનાને પગલે માળી સમાજ અને અભલોડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો - Dahod: ઝાલોદના માછણ નદી કિનારેથી રામદેવ મંદિરના પૂજારીનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો, લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0