Rajkotમાં જામનગર ફૂડ પોઈઝનિંગ ઘટના બાદ આરોગ્ય વિભાગ એલર્ટ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં નોનવેજ વાનગીઓ ખાધા બાદ 50થી વધુ લોકોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થવાની ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં તંત્ર હરકતમાં આવી ગયું છે. જામનગરની ઘટનામાંથી પાઠ ભણીને રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નોનવેજ માર્કેટ અને દુકાનોમાં અચાનક દરોડા પાડીને સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
અનહાઇજેનિક ચિકન ઝડપાયું, FSSAIના નિયમોનું ઉલ્લંઘન
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નોનવેજ બજારમાંથી આશરે 1,400 કિલો જેટલું અત્યંત અસ્વચ્છ અને અનહાઇજેનિક (Unhygienic) સ્થિતિમાં રાખવામાં આવેલું ચિકન મળી આવ્યું હતું. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે વેપારીઓ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના નિર્ધારિત નિયમો અને તાપમાન મુજબ ચિકનનો સંગ્રહ કરવામાં આવ્યો ન હતો. આવા બિનઆરોગ્યપ્રદ ચિકનથી નાગરિકોને ઝાડા-ઊલટી અને ગંભીર ફૂડ પોઈઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતા હતી.
નોનવેજ વેપારીઓમાં ફફડાટ, દંડનીય કાર્યવાહીની તૈયારી
આરોગ્ય વિભાગના અચાનક પડેલા દરોડાના કારણે નોનવેજ બજારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મનપાની ટીમે અનહાઇજેનિક જથ્થાનો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને નિયમોનો ભંગ કરનાર વેપારીઓ સામે નોટિસ પાઠવી દંડનીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

