Rajkotમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા: રવિરત્ન ચોક ખાતે યુવક પર પાઇપ વડે હિચકારો હુમલો

Jul 12, 2026 - 20:00
Rajkotમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા: રવિરત્ન ચોક ખાતે યુવક પર પાઇપ વડે હિચકારો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રવિરત્ન ચોક ખાતે જાહેર રસ્તા પર જ એક યુવક પર ત્રણથી ચાર જેટલા અસામાજિક શખ્સો તૂટી પડ્યા હતા. ધોળા દિવસે અને લોકોની નજર સામે બનેલી આ હિંસક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

જાહેર રસ્તા પર પાઇપ વડે હુમલો અને મારામારી

રવિરત્ન ચોક ખાતે કોઈ અગમ્ય કારણોસર ત્રણથી ચાર શખ્સોના ટોળાએ એક યુવકને ઘેરી લીધો હતો. ત્યારબાદ આ શખ્સોએ યુવક સાથે પ્રથમ છુટા હાથની મારામારી શરૂ કરી હતી અને જોતજોતામાં લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે તેના પર નિર્દયતાપૂર્વક તૂટી પડ્યા હતા. હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે આસપાસ લોકોની હાજરી હોવા છતાં તેઓએ યુવકને રસ્તા પર દોડાવી દોડાવીને બેરહેમીથી ફટકાર્યો હતો.

સમગ્ર ઘટના CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ

જાહેરમાં બનેલી આ સમગ્ર હૃદયકંપાવનારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે હુમલાખોરો પાઇપ વતી યુવક પર હિંસક પ્રહારો કરી રહ્યા છે. જો કે, આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ રહ્યું છે. આ ચકચારી ઘટનાના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનીક પોલીસે સક્રિય થઈને ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0