Rajkotની ભાયાવદર નગરપાલિકામાં ઉલટફેર, ભાજપના 19 આગેવાનોએ કોંગ્રેસમાંથી કરી ઉમેદવારી
રાજકોટની ભાયાવદર નગરપાલિકામાં ઉલટફેરના એંધાણ વર્તાયા છે. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નયન જીવાણીએ ખેલ કર્યો છે. ભાજપમાંથી જાતે સસ્પેન્ડ થઇ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. ભાયાવદર ભાજપના નેતાઓ પર અપમાન કરવાનો અને જૂના કાર્યકર્તાઓ દ્વારા અવગણનાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નયન જીવાણી પર પક્ષને બ્લેકમેઇલ કરવાનો ભાજપનો આક્ષેપ છે.રાજકોટની ભાયાવદર નગરપાલિકા ની 6 વોર્ડ ની 24 બેઠકની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકરો એ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું છે. ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા ભાજપ પક્ષમાંથી જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે. નયન જીવાણીએ જણાવ્યું હતું કે, ગત ધારાસભ્યની ચૂંટણી વખતે સી આર પાટીલ અમને કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી આવકારીયા હતા. ભાયાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોવાથી નારાજ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે.નગરપાલિકાની ચૂંટણીમાંથી અમને દૂર રખાયા હતાઃ જીવાણીપૂર્વ નગરપાલિકા પ્રમુખ નયન જીવાણીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વારંવાર સ્થાનિક જુના ભાજપના કાર્યકરો દ્વારા અમારું અપમાન કરતા હોવા છતાં અમે પાર્ટીનું ઘણું કામ કર્યું છે. સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોઈ નગરપાલિકા સ્થાનિક ચૂંટણીમાં પણ અમને દૂર રાખતા કંટાળી ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી છે. અમને ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા અમે ભાજપને સસ્પેન્ડ કરી કોંગ્રેસમાંથી ભર્યા ફોર્મ છે.ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ ભાજપ છોડી પૂર્વ નગરપાલિકા પ્રમુખ નયન જીવાણીએ જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસ માંથી ઉમેદવારી પત્રક ભર્યા છે. ભાયાવદરમાં અચાનક ભાજપના રાજકારણમાં ગરમાવો આવતા ભાયાવદર પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ રહી ચુક્યા છે તયાર બાદ ભાજપમાં કાર્યકરો સાથે જોડાઈ ગયેલ અને ભાજપ પ્રમુખ તરીકે 1 વરસ જેટલું શાસન કર્યું છે. ભાજપે 71 ઉમેદવાર જેટલાની પ્રતિનિધિ મંડળ સેન્સ લીધેલ અને પાર્ટીએ ટિકિટ આપી છે. ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકર્તા ઓને ટિકિટ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નયન જીવાણી પર પક્ષને બ્લેકમેઇલ કરવાનો ભાજપનો આક્ષેપઇંદ્રવિજય સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નયનજીવાણી પક્ષ ને બ્લેક મેલ કરવાની કોસીસ કરી રહ્યા હતા. નયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બદલાવતા હોઈ પહેલા રાજપા બસપામાં ગયેલ પછી કોંગ્રેસમાં પછી ભાજપમાં જોડાયેલા અને હવે ફરી કોંગ્રેસમાં એને પાર્ટીને બ્લેક મેલ કરવાની હોઈ એનું કામ છે. ભાયાવદરમાં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે.લલિત વસોયાનું નિવેદન ભાયાવદર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સુધરાઈ સદસ્ય સહિત 19 જેટલા કાર્યકરો વિધિવત ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાઈ અને ઉમેદવારી પત્રક ભર્યા છે. ભાયાવદર ભાજપમાં જે આગેવાનો હતા એમાં 80 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ માંથી પાર્ટી છોડે એટલે સ્વભાવિક ગમે નહીં એટલે આક્ષેપ કરે એ સ્વભાવિક છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટની ભાયાવદર નગરપાલિકામાં ઉલટફેરના એંધાણ વર્તાયા છે. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નયન જીવાણીએ ખેલ કર્યો છે. ભાજપમાંથી જાતે સસ્પેન્ડ થઇ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. ભાયાવદર ભાજપના નેતાઓ પર અપમાન કરવાનો અને જૂના કાર્યકર્તાઓ દ્વારા અવગણનાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નયન જીવાણી પર પક્ષને બ્લેકમેઇલ કરવાનો ભાજપનો આક્ષેપ છે.
રાજકોટની ભાયાવદર નગરપાલિકા ની 6 વોર્ડ ની 24 બેઠકની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકરો એ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું છે. ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા ભાજપ પક્ષમાંથી જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે. નયન જીવાણીએ જણાવ્યું હતું કે, ગત ધારાસભ્યની ચૂંટણી વખતે સી આર પાટીલ અમને કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી આવકારીયા હતા. ભાયાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોવાથી નારાજ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે.
નગરપાલિકાની ચૂંટણીમાંથી અમને દૂર રખાયા હતાઃ જીવાણી
પૂર્વ નગરપાલિકા પ્રમુખ નયન જીવાણીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વારંવાર સ્થાનિક જુના ભાજપના કાર્યકરો દ્વારા અમારું અપમાન કરતા હોવા છતાં અમે પાર્ટીનું ઘણું કામ કર્યું છે. સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોઈ નગરપાલિકા સ્થાનિક ચૂંટણીમાં પણ અમને દૂર રાખતા કંટાળી ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી છે. અમને ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા અમે ભાજપને સસ્પેન્ડ કરી કોંગ્રેસમાંથી ભર્યા ફોર્મ છે.
ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ ભાજપ છોડી
પૂર્વ નગરપાલિકા પ્રમુખ નયન જીવાણીએ જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસ માંથી ઉમેદવારી પત્રક ભર્યા છે. ભાયાવદરમાં અચાનક ભાજપના રાજકારણમાં ગરમાવો આવતા ભાયાવદર પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ રહી ચુક્યા છે તયાર બાદ ભાજપમાં કાર્યકરો સાથે જોડાઈ ગયેલ અને ભાજપ પ્રમુખ તરીકે 1 વરસ જેટલું શાસન કર્યું છે. ભાજપે 71 ઉમેદવાર જેટલાની પ્રતિનિધિ મંડળ સેન્સ લીધેલ અને પાર્ટીએ ટિકિટ આપી છે. ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકર્તા ઓને ટિકિટ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
નયન જીવાણી પર પક્ષને બ્લેકમેઇલ કરવાનો ભાજપનો આક્ષેપ
ઇંદ્રવિજય સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નયનજીવાણી પક્ષ ને બ્લેક મેલ કરવાની કોસીસ કરી રહ્યા હતા. નયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બદલાવતા હોઈ પહેલા રાજપા બસપામાં ગયેલ પછી કોંગ્રેસમાં પછી ભાજપમાં જોડાયેલા અને હવે ફરી કોંગ્રેસમાં એને પાર્ટીને બ્લેક મેલ કરવાની હોઈ એનું કામ છે. ભાયાવદરમાં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે.
લલિત વસોયાનું નિવેદન
ભાયાવદર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સુધરાઈ સદસ્ય સહિત 19 જેટલા કાર્યકરો વિધિવત ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાઈ અને ઉમેદવારી પત્રક ભર્યા છે. ભાયાવદર ભાજપમાં જે આગેવાનો હતા એમાં 80 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ માંથી પાર્ટી છોડે એટલે સ્વભાવિક ગમે નહીં એટલે આક્ષેપ કરે એ સ્વભાવિક છે.