Rajkotના પીપળીયામાં નકલી સ્કૂલને લઈ મોટો ખુલાસો,બે સગીરાઓ શિક્ષકની ભજવતી હતી ભૂમિકા

3000ના પગાર પર સગીરાને શિક્ષિકા તરીકે નોકરી અપાઈ એક સગીર વયની શિક્ષિકા ધોરણ 8 પાસ હતી બીજી સગીરા ધોરણ 10 નાપાસ હોવાનું ખૂલ્યું રાજકોટના પીપળીયામાં નકલી સ્કૂલ મુદ્દે ખુલાસો થયો છે.જેમાં 2 સગીરાઓ શિક્ષિકા તરીકે બજાવતી હતી ફરજ.શિક્ષણ વિભાગની તપાસમાં બોગસ શાળા ખાતે બે સગીર વયની બાળાઓ શિક્ષિકા બની હતી જેમને કાત્યાયની તિવારી દ્વારા પ્રતિ માસ 3000 રૂપિયાના પગાર પર રાખવામાં આવી હતી.એક સગીર વયની બાળા ધોરણ 8 પાસ હતી તો અન્ય સગીર ધોરણ 10માં બે વિષયમાં નાપાસ હતી. શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો બંને સગીરવયની બાળાઓ દ્વારા બોગસ સ્કુલ ખાતે વિધાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો.બોગસ શાળા ખાતે અભ્યાસ કરનારા વિધાર્થીઓના નામ રાજકોટની ત્રણ જેટલી ખાનગી શાળાઓમાં રજીસ્ટર કરવામાં આવ્યા હતા.આવતીકાલે મોટાભાગના બાળકોને પીપળીયા પ્રાથમિક સરકારી શાળામાં એડમિશન અપાવવામાં આવશે.નવીનનગર વિસ્તારમાં 4 દુકાનોમાં સ્કૂલ ચાલતી હતી.કોઇપણ પ્રકારની શૈક્ષણિક માન્યતા વગર સ્કૂલ ચલાવતા તિવારી દંપતીને કુવાડવા પોલીસ મથકે લઇ જવાયું હતું. શું હતો કેસ રાજકોટ શહેરની નજીક આવેલા માલીયાસણ પાસે આવેલા પીપળીયા ગામે કોઇપણ પ્રકારની શૈક્ષણિક માન્યતા વગર લાંબા સમયથી ગૌરી ઇંગ્લીશ સ્કૂલ ચાર દુકાનોમાં ચલાવવામાં આવતી હોવાની વિગતોનાં આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે સ્થળ ઉપર તપાસ કરી વિગતો મેળવતા વાલીઓ પાસેથી ફી ઉઘરાવી અહીં નકલી શાળા ચલાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન તિવારી દંપતી આ પ્રકારની સ્કૂલ ચલાવી રહ્યા હોવાનું બહાર આવતા શાળા સંચાલકોને કુવાડવા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. વાલીઓનાં નિવેદનનાં આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવનાર હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. વાલીઓ એલસી લેવા ગયા ત્યારે ખુલાસો થયો રાજકોટ નજીક પીપળીયા ગામેથી મળી આવેલી ડમી શાળાની વિગતો આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલે જણાવ્યું હતું કે, પીપળીયા ગામે નવીનનગર વિસ્તારમાં ચાલતી ગૌરી ઇંગ્લીશ સ્કૂલમાંથી જે વાલી લીવિંગ સર્ટીફીકેટ લેવા ગયા હતા. તેમને લીવિંગ સર્ટીફીકેટ કાઢી આપવાની ના પાડવામાં આવી હોવાની ફરિયાદનાં આધારે તાલુકા શિક્ષણાધિકારી વિમલ ગઢવીને આ મુદ્દે તપાસ સોંપવામાં આવી હતી. પીપળીયા ગામે નવીનનગર વિસ્તારમાં ચાર દુકાનોમાં ચાલતી ગૌરી ઇંગ્લીશ સ્કૂલ અંગે તપાસ કરવામાં આવતા. આ શાળાને કોઇપણ પ્રકારનાં શૈક્ષણિક બોર્ડની માન્યતા નહીં હોવાનું ખુલ્યું હતું.

Rajkotના પીપળીયામાં નકલી સ્કૂલને લઈ મોટો ખુલાસો,બે સગીરાઓ શિક્ષકની ભજવતી હતી ભૂમિકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3000ના પગાર પર સગીરાને શિક્ષિકા તરીકે નોકરી અપાઈ
  • એક સગીર વયની શિક્ષિકા ધોરણ 8 પાસ હતી
  • બીજી સગીરા ધોરણ 10 નાપાસ હોવાનું ખૂલ્યું

રાજકોટના પીપળીયામાં નકલી સ્કૂલ મુદ્દે ખુલાસો થયો છે.જેમાં 2 સગીરાઓ શિક્ષિકા તરીકે બજાવતી હતી ફરજ.શિક્ષણ વિભાગની તપાસમાં બોગસ શાળા ખાતે બે સગીર વયની બાળાઓ શિક્ષિકા બની હતી જેમને કાત્યાયની તિવારી દ્વારા પ્રતિ માસ 3000 રૂપિયાના પગાર પર રાખવામાં આવી હતી.એક સગીર વયની બાળા ધોરણ 8 પાસ હતી તો અન્ય સગીર ધોરણ 10માં બે વિષયમાં નાપાસ હતી.

શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો

બંને સગીરવયની બાળાઓ દ્વારા બોગસ સ્કુલ ખાતે વિધાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો.બોગસ શાળા ખાતે અભ્યાસ કરનારા વિધાર્થીઓના નામ રાજકોટની ત્રણ જેટલી ખાનગી શાળાઓમાં રજીસ્ટર કરવામાં આવ્યા હતા.આવતીકાલે મોટાભાગના બાળકોને પીપળીયા પ્રાથમિક સરકારી શાળામાં એડમિશન અપાવવામાં આવશે.નવીનનગર વિસ્તારમાં 4 દુકાનોમાં સ્કૂલ ચાલતી હતી.કોઇપણ પ્રકારની શૈક્ષણિક માન્યતા વગર સ્કૂલ ચલાવતા તિવારી દંપતીને કુવાડવા પોલીસ મથકે લઇ જવાયું હતું.

શું હતો કેસ

રાજકોટ શહેરની નજીક આવેલા માલીયાસણ પાસે આવેલા પીપળીયા ગામે કોઇપણ પ્રકારની શૈક્ષણિક માન્યતા વગર લાંબા સમયથી ગૌરી ઇંગ્લીશ સ્કૂલ ચાર દુકાનોમાં ચલાવવામાં આવતી હોવાની વિગતોનાં આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે સ્થળ ઉપર તપાસ કરી વિગતો મેળવતા વાલીઓ પાસેથી ફી ઉઘરાવી અહીં નકલી શાળા ચલાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન તિવારી દંપતી આ પ્રકારની સ્કૂલ ચલાવી રહ્યા હોવાનું બહાર આવતા શાળા સંચાલકોને કુવાડવા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. વાલીઓનાં નિવેદનનાં આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવનાર હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

વાલીઓ એલસી લેવા ગયા ત્યારે ખુલાસો થયો

રાજકોટ નજીક પીપળીયા ગામેથી મળી આવેલી ડમી શાળાની વિગતો આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલે જણાવ્યું હતું કે, પીપળીયા ગામે નવીનનગર વિસ્તારમાં ચાલતી ગૌરી ઇંગ્લીશ સ્કૂલમાંથી જે વાલી લીવિંગ સર્ટીફીકેટ લેવા ગયા હતા. તેમને લીવિંગ સર્ટીફીકેટ કાઢી આપવાની ના પાડવામાં આવી હોવાની ફરિયાદનાં આધારે તાલુકા શિક્ષણાધિકારી વિમલ ગઢવીને આ મુદ્દે તપાસ સોંપવામાં આવી હતી. પીપળીયા ગામે નવીનનગર વિસ્તારમાં ચાર દુકાનોમાં ચાલતી ગૌરી ઇંગ્લીશ સ્કૂલ અંગે તપાસ કરવામાં આવતા. આ શાળાને કોઇપણ પ્રકારનાં શૈક્ષણિક બોર્ડની માન્યતા નહીં હોવાનું ખુલ્યું હતું.