Rajkotના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન આવતાં આયોજકોમાં ચિંતાનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કરાયેલી વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન આવતાં ખેડૂતો અને આયોજકોમાં ચિંતાનો માહોલ છે. ઉપલેટા શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ ચોક, શાકમાર્કેટ વિસ્તાર, પંચ હાટડી વિસ્તાર, કાદી વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી અને કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
બસ સ્ટેન્ડ ચોક, શાકમાર્કેટ વિસ્તારમાં વરસાદ
શહેરભરમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ આ અણધાર્યા વરસાદથી જનજીવન પર અસર થઈ હતી. શહેરની સાથે સાથે ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં પણ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં મોટી પાનેલી, કોલકી, ખારચીયા, ઢાંક, ગધેથડ, અને હરિયાસણ સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. નવરાત્રિના સમયગાળામાં પડેલા આ સતત વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
સતત વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજુ
તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ગભરાહટ ફેલાયો છે. જોકે આ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા પહેલાથી જ આપવામાં આવી હતી. લવરસાદને કારણે શહેરમાં ગરબાના આયોજન પર પણ અસર પડી છે. લોકો હવે આશા રાખી રહ્યા છે કે માતાજીના આ પર્વમાં હવે વરસાદ વિરામ લે અને બાકીના કાર્યક્રમો સુચારુરૂપે પૂર્ણ થઈ શકે.
What's Your Reaction?






