Rain News: દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી

અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેશેડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદના સંકેત અમદાવાદ શહેરમાં અત્યારે પણ ઉનાળા જેવી ગરમીનો વર્તારો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. આગામી બે દિવસ એટલે કે, રવિવાર અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં રવિવારના રોજ જ્યારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગરમાં સોમવારના રોજ અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ, રવિવારના રોજ દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી તેમજ જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે. બીજા દિવસે સોમવારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અત્યારે પણ ઉનાળા જેવી ગરમીનો વર્તારો જોવા મળી રહ્યો છે.

Rain News: દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેશે
  • ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદના સંકેત
  • અમદાવાદ શહેરમાં અત્યારે પણ ઉનાળા જેવી ગરમીનો વર્તારો જોવા મળી રહ્યો છે.

રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે.

આગામી બે દિવસ એટલે કે, રવિવાર અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં રવિવારના રોજ જ્યારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગરમાં સોમવારના રોજ અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ, રવિવારના રોજ દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી તેમજ જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે. બીજા દિવસે સોમવારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અત્યારે પણ ઉનાળા જેવી ગરમીનો વર્તારો જોવા મળી રહ્યો છે.