Railway News : ભાવનગર મંડળની ત્રણ જોડી પેસેન્જર ટ્રેનોમાં એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યાત્રિયોની વધતી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળની ત્રણ જોડી પેસેન્જર ટ્રેનોમાં એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ કોચની વૃદ્ધિથી મુસાફરોને વધુ સુવિધા મળશે અને તેમની મુસાફરીનો અનુભવ વધુ સારો બનશે.
ગાંધીગ્રામ –બોટાદ –ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર ટ્રેન
1.ટ્રેન નંબર 59553/59554 ગાંધીગ્રામ –બોટાદ –ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર ટ્રેનમાં
oગાંધીગ્રામથી તારીખ 14.10.2025થી
oબોટાદથી તારીખ 15.10.2025થી
એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે.
2.ટ્રેન નંબર 59555/59556 ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર ટ્રેનમાં
oગાંધીગ્રામથી તારીખ 14.10.2025થી
oબોટાદથી તારીખ 15.10.2025થી
એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે. 3.ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ ટ્રેનમાં
oગાંધીગ્રામથી તારીખ 15.10.2025થી
oબોટાદથી તારીખ 14.10.2025થી એક-એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાવવામાં આવશે
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે આ કોચોની વૃદ્ધિથી મુસાફરોની ભીડ નિયંત્રિત કરવામાં સહાય મળશે અને મુસાફરી વધુ આરામદાયક તથા સુગમ બનશે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા અને સેવા ગુણવત્તામાં સતત સુધારો કરવા પ્રતિબદ્ધ છે.
What's Your Reaction?






