Railway News : હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના સંચાલનના સમયમાં આંશિક ફેરફાર થયો

Feb 1, 2025 - 13:30
Railway News : હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના સંચાલનના સમયમાં આંશિક ફેરફાર થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ટ્રેનોની સમયની પાબંદીમાં વધુ સુધારો કરવા માટે, પશ્ચિમ રેલ્વેએ 5 ફેબ્રુઆરી, 2025થી ભાવનગર ડિવિઝન થઇને ચાલતી હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19272)ના આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કર્યા છે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 5 ફેબ્રુઆરી, 2025થી ભાવનગર ડિવિઝન થઈને દોડતી ઉપરોક્ત ટ્રેનના બદલાયેલા સમયનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર

01-05.02.2025 થી, હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19272)ના સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 08.54/08.55 કલાકને બદલે 08.39/08.40 કલાક, લીબડી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 09.15/09.16 કલાકને બદલે 09.00/09.01 કલાક

02-બોટાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 10.00/10.15 કલાકને બદલે 09.40/09.45 કલાક

03-ધોલા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 10.48/10.49 કલાકને બદલે 10.20/10.22 કલાક

04-સિહોર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 11.15/11.16 કલાકને બદલે 10.43/10.44 કલાક અને ભાવનગર પરા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 11.35/11.36 કલાકને બદલે 10.53/10.54 કલાકનો રહેશે.

05-આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશને 12.25 કલાકને બદલે 12.00 કલાકે પહોંચશે એટલે કે આ ટ્રેન તેના વર્તમાન નિર્ધારિત સમયથી 25 મિનિટ પહેલા ભાવનગર ટર્મિનસ સ્ટેશને પહોંચશે, જેનાથી મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખો. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0