Railway : Bhavnagar-Bandra સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રીક્વન્સી 29 ઓગસ્ટ સુધી લંબાવાઈ

ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનની ફીકવન્સીમાં થયો વધારો પહેલા ટ્રેનની ફીકવન્સી 25 જુલાઈ સુધી લંબાવાઈ હતી હવે ટ્રેનની ફીકવન્સી 29 ઓગસ્ટ સુધી કરાઈ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર મંડળ થઈને ચાલતી ભાવનગર-બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09208/09207)ની ફ્રીક્વન્સી ઓગષ્ટ-2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જે દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી ઉપડે છે, જેનો સમયગાળો 25.07.2024નો નિર્ધારિત હતો, તેને વધારીને 29.08.2024 કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 29 ઓગસ્ટ 2024 સુધી ચાલશે. મુસાફરોની સુવિધામાં વધારો તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે દોડે છે, જેનો સમયગાળો 26.07.2024નો હતો, તેને વધારીને 30.08.2024 કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 30 ઓગસ્ટ 2024 સુધી ચાલશે.ટ્રેન નંબર 09208 અને 09207 માટે ટિકિટ બુકિંગ 29.07.2024 (સોમવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. આ ટ્રેન કયાં-કયાં ઉભી રહેશે આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહે છે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. જાણો અન્ય કઈ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી દોડતી લાંબા અંતરની ટ્રેનોના સમયસર સંચાલન માટે ડિવિઝનની કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો. જેમાં ટ્રેન નં.૧૯૨૦૫ ભાવનગર-મહુવા દૈનિક એક્સપ્રેસનો ૧૭ જુલાઇ, ૨૦૨૪ થી, ઢસા સ્ટેશન પર આવવાનો સમય સવારે ૧૧.૩૦ને બદલે ૧૧.૪૪ કલાકનો રહેશે, તેવી જ રીતે મહુવા સ્ટેશન સુધીના તમામ સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરવામાં આવશે. ભાવનગરથી ઇંગોરાળા સ્ટેશન સુધી કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. ટ્રેન નં.૧૨૭૫૫ કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ ૧૮મી જુલાઈ, ૨૦૨૪થી સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર 5.30 કલાકને બદલે 5.15 કલાકે આવશે.

Railway : Bhavnagar-Bandra સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રીક્વન્સી 29 ઓગસ્ટ સુધી લંબાવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનની ફીકવન્સીમાં થયો વધારો
  • પહેલા ટ્રેનની ફીકવન્સી 25 જુલાઈ સુધી લંબાવાઈ હતી
  • હવે ટ્રેનની ફીકવન્સી 29 ઓગસ્ટ સુધી કરાઈ

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર મંડળ થઈને ચાલતી ભાવનગર-બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09208/09207)ની ફ્રીક્વન્સી ઓગષ્ટ-2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જે દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી ઉપડે છે, જેનો સમયગાળો 25.07.2024નો નિર્ધારિત હતો, તેને વધારીને 29.08.2024 કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 29 ઓગસ્ટ 2024 સુધી ચાલશે.

મુસાફરોની સુવિધામાં વધારો

તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે દોડે છે, જેનો સમયગાળો 26.07.2024નો હતો, તેને વધારીને 30.08.2024 કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 30 ઓગસ્ટ 2024 સુધી ચાલશે.ટ્રેન નંબર 09208 અને 09207 માટે ટિકિટ બુકિંગ 29.07.2024 (સોમવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ ટ્રેન કયાં-કયાં ઉભી રહેશે

આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહે છે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

જાણો અન્ય કઈ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી દોડતી લાંબા અંતરની ટ્રેનોના સમયસર સંચાલન માટે ડિવિઝનની કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો. જેમાં ટ્રેન નં.૧૯૨૦૫ ભાવનગર-મહુવા દૈનિક એક્સપ્રેસનો ૧૭ જુલાઇ, ૨૦૨૪ થી, ઢસા સ્ટેશન પર આવવાનો સમય સવારે ૧૧.૩૦ને બદલે ૧૧.૪૪ કલાકનો રહેશે, તેવી જ રીતે મહુવા સ્ટેશન સુધીના તમામ સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરવામાં આવશે. ભાવનગરથી ઇંગોરાળા સ્ટેશન સુધી કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. ટ્રેન નં.૧૨૭૫૫ કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ ૧૮મી જુલાઈ, ૨૦૨૪થી સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર 5.30 કલાકને બદલે 5.15 કલાકે આવશે.