Porbandar News : પોરબંદરમાં ચાર યુવકોએ સગીરા પર કર્યો ગેંગરેપ, કેફી પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ આચર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદરમાં સગીરા પર ગેંગરેપની ઘટના બની છે જેમાં ચાર શખ્સોએ સગીરા સાથે ગેંગરેપ કર્યો છે અને ગેંગરેપ કરી તેઓ ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી છે, નાસ્તો કરવાના બહાને સગીરાને લઈ જવામાં આવી અને ગેંગરેપ કરવામાં આવ્યો છે, ત્યારે આ ઘટનામાં પોલીસની અલગ-અલગ ટીમ આરોપીઓને શોધવા માટે લાગી ગઈ છે.
પોરબંદરમાં ચાર યુવકોનો સગીરા પર ગેંગરેપ
પોરબંદરમાં ચાર યુવકોએ સગીરા પર ગેંગરેપ કર્યો છે અને નાસ્તો કરવાના બહાને પાર્ટી પ્લોટમાં લઇ જઇ ગેંગરેપ કર્યો હોવાની વાત સામે આી છે, કેફી પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ આચર્યુ છે, આ સમગ્ર ઘટનામાં સગીરાએ તેના માતા-પિતાને જાણ કરી અને પોરબંદરના ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં 4 આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, પોલીસની અલગ-અલગ ટીમો આરોપીઓને શોધવા માટે કામે લાગી છે પરંતુ હજી સુધી આ ઘટનામાં આરોપીઓ ઝડપાયા નથી.
આરોપીઓ દુષ્કર્મ કરીને ફરાર થયા
જયરાજ દિલીપ સુંડાવદરા, મલ્હાર, રાજ નામનો શખ્સ એક કાર લઈને આવ્યા હતા અને કારમાં સગીરાને લઈ જવામાં આવી અને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, મોડી રાત્રે સગીરાને લઈ જવામાં આવી હતી. તો પોરબંદર જિલ્લામાં અગાઉ કયારેય ગેંગરેપની ઘટના બની નથી તેવી માહિતી છે, તો પોલીસે પણ અલગ-અલગ વિસ્તારોમાં સીસીટીવી તપાસ્યા છે અને આરોપીઓ કઈ દિશામાં ગયા તેને લઈ તપાસ શરૂ કરી છે, સ્થાનિકોમાં પણ એક જ ચર્ચા છે કે આરોપીઓ ઝડપાય અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય.
સગીરાનું મેડિકલ પણ કરવામાં આવ્યું
સમગ્ર ઘટનામાં સગીરાનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે અને પોલીસે સગીરા અને તેના માતા-પિતાનું નિવેદન નોંધ્યું છે, સગીરાને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે, આ ઘટનામાં આરોપીઓ જલદીથી પોલીસની પકડમાં આવી જશે તેવી વાત પોલીસ કરી રહી છે.
What's Your Reaction?






