Porbandar News: ધરમપુર નજીક નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું પ્લેન ક્રેશ થયું

Jul 8, 2026 - 18:00
Porbandar News: ધરમપુર નજીક નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું પ્લેન ક્રેશ થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદરના ધરમપુર નજીક આવેલા નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું એક અનઆર્મ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાની જાણ થતા જ નૌસેનાના અધિકારીઓ,પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

સુરક્ષા એજન્સીઓ દ્વારા વિસ્તારને કોર્ડન કરી લેવાયો

આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ટેકનિકલ ખામી કે અન્ય કયા કારણોસર આ UAV ક્રેશ થયું, તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવને પગલે આસપાસના વિસ્તારોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું.

વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો

સમગ્ર ઘટનાને લઈને હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ UAV પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની પાછળના કારણો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે અન્ય કારણોસર ક્રેશ થયું તે અંગે તપાસ શરૂ કરાઈ છે. નૌસેના દ્વારા સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પ્લેન ક્રેશની ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા ભેગા થયા હતાં. 



આ પણ વાંચોઃ Surat News: ભારે વરસાદથી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ, સોસાયટીની દિવાલ તૂટતા 3 કાર તણાઈ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0