Porbandar: 5 લાખનું બિલ બાકી હોવાથી જિલ્લા સેવા સદન-2નું વીજ કનેક્શન કાપ્યું, કચેરીઓમાં અંધારપટ

Mar 17, 2026 - 15:00
Porbandar: 5 લાખનું બિલ બાકી હોવાથી જિલ્લા સેવા સદન-2નું વીજ કનેક્શન કાપ્યું, કચેરીઓમાં અંધારપટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદર PGVCL દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલી 'મેગા ડિસકનેક્શન ડ્રાઈવ' અંતર્ગત આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાખો રૂપિયાના બાકી વીજ બિલ મુદ્દે વીજતંત્રએ કોઈ પણ રહેમરાહ રાખ્યા વગર જિલ્લા સેવા સદન-2 નું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. ₹5 લાખથી વધુનું બિલ બાકી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ (R&B) ના અધિકારીઓએ આંખ આડા કાન કરતા અંતે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

પોરબંદરમાં PGVCLની મેગા ડ્રાઈવ

મળતી માહિતી મુજબ, ઉદ્યોગ નગર PGVCL કચેરી દ્વારા R&B ના કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઇજનેરને અનેકવાર લેખિત અને મૌખિત રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં બિલની ભરપાઈ ન થતા આજે PGVCL ની ટીમે સેવા સદન-2 નું વીજ જોડાણ કટ કરી દીધું હતું. આ બિલ્ડીંગમાં અનેક મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે, જ્યાં અત્યારે અંધારપટ છવાઈ ગયો છે.

અરજદારોની હાલાકી

માર્ચ મહિનાના ધોમધખતા ઉનાળામાં વીજ કનેક્શન કપાતા કચેરીઓમાં લાઈટ-પંખા બંધ થઈ ગયા છે. જેના કારણે પોતાના કામ માટે દૂર-દૂરથી આવતા અરજદારો ભારે બાફરામાં બફાયા હતા. લાઈટ ન હોવાથી કોમ્પ્યુટર અને ઓનલાઈન કામગીરી અટકી ગઈ છે, જેના કારણે અરજદારોને કામ કરાવ્યા વગર જ પરત ફરવાનો વારો આવ્યો છે.મેગા ડ્રાઈવનો ધમધમાટ

પોરબંદર PGVCL ની આ ડ્રાઈવમાં અંદાજે 217 જેટલી ટીમો જોડાઈ છે. સરકારી કચેરીઓ દ્વારા વીજ બિલ ન ભરાતા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમ દરેક માટે સમાન છે. હવે જોવાનું એ રહે છે કે R&B વિભાગ ક્યારે બિલની ચુકવણી કરે છે અને ક્યારે સેવા સદનમાં ફરી વીજ પુરવઠો કાર્યરત થાય છે.

આ પણ વાંચો: Surat: મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરી કરી ભાગતી મધ્યપ્રદેશની ખતરનાક ગેંગ સારોલીથી ઝડપાઈ, 12.52 લાખનો મુદ્દામાલ જપ્ત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0