Porbandar : માધવપુરના દરિયામાં તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર, લોકોના ટોળા ઉમટ્યા, પોલીસ-કસ્ટમ એલર્ટ

Jul 8, 2026 - 15:30
Porbandar : માધવપુરના દરિયામાં તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર, લોકોના ટોળા ઉમટ્યા, પોલીસ-કસ્ટમ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને લઈને હંમેશા હાઈ એલર્ટ રહે છે, ત્યારે પોરબંદરના પ્રખ્યાત માધવપુર દરિયાકિનારે આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માધવપુરના સમુદ્રમાં વહેલી સવારથી એક વિશાળ રહસ્યમય અજાણ્યું કન્ટેનર તરતું જોવા મળ્યું હતું. હવામાં ઉડતી અફવાની જેમ આ વાત આખા પંથકમાં પ્રસરતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આ અજાયબી જેવા કન્ટેનર ને જોવા માટે દરિયાકિનારે ઉમટી પડ્યા હતા.

રહસ્યમય કન્ટેનર તરતું-તરતું દરિયાકાંઠે પહોંચ્યું

આ ઘટનામાં બે કલાક બાદ વળાંક આવ્યો જ્યારે દરિયાના મોજાં અને પવનના વેગ સાથે આ રહસ્યમય કન્ટેનર તરતું-તરતું દરિયાકાંઠે આવેલા પવિત્ર શિવલિંગની બિલકુલ નજીક આવી પહોંચ્યું હતું. ટેન્કર છેક કાંઠા સુધી આવી જતાં લોકોના મોટા ટોળેટોળાં જામ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં માધવપુર પોલીસ અને કસ્ટમ વિભાગની ઉચ્ચ ટીમો તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

Porbandar: Mysterious Unclaimed Tanker Found At Madhavpur Beach, Investigation On

કન્ટેનર અંદરથી સંપૂર્ણપણે ખાલી

પ્રાથમિક તપાસ અને ચકાસણી દરમિયાન આ વિશાળ કન્ટેનર અંદરથી સંપૂર્ણપણે ખાલી હોવાનું સામે આવ્યું છે. રહસ્યમય કન્ટેનરમાંથી કંઈક કિંમતી કિંમતની વસ્તુઓ કે ખજાનો નીકળશે તેવી આશાએ આવેલા લોકો કન્ટેનર ખાલી હોવાનું જાણીને નિરાશ થઈને પરત ફર્યા હતા. જોકે, પોલીસ અને કસ્ટમ વિભાગ માટે આ બાબત હજુ પણ ચિંતાનો વિષય છે.


Porbandar: Mysterious Unclaimed Tanker Found At Madhavpur Beach, Investigation On
કન્ટેનર વિશે તપાસ શરુ

સુરક્ષા એજન્સીઓ દ્વારા આ કન્ટેનર ક્યાંનું છે, તેના પર કોઈ માર્કિંગ છે કે કેમ, આ ટેન્કરમાં અગાઉ શું ભરીને લઈ જવાતું હતું અને તે કઈ બોટ કે જહાજમાંથી તૂટીને અહીં તણાઈ આવ્યું છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દરિયાકાંઠે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ઉત્સુક લોકો કન્ટેનરની બિલકુલ નજીક જઈને જીવ જોખમમાં ન મૂકે તે માટે પોલીસ દ્વારા ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 


આ પણ વાંચો-----     Gujarat Latest News Live: રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0