Police Raid : રાજ્યભરના મેડિકલ સ્ટોર પર પોલીસની રેડ, નશાકારક ચીજવસ્તુઓના વેચાણને લઈને કરાઈ તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યભરના મેડિકલ સ્ટોર પર પોલીસ વિભાગે રેડ કરી છે. નશાકારક ચીજવસ્તુઓના વેચાણને લઈને પોલીસે રાજ્યવ્યાપી રેડ પાડી છે. કફ સીરપ, નશાકારક ઈન્જેક્શન અને ટેબ્લેટ અંગે મેડિકલ સ્ટોરની તપાસ થશે. રાજ્યભરના મેડિકલ સ્ટોરમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જો કોઈ જગ્યાએથી આ પ્રકારની ચીજવસ્તુઓ મળી આવશે તો તેવા મેડીકલ સ્ટોરની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં મેડિકલ સ્ટોર પર પોલીસનું ચેકિંગ
રાજ્યભરમાં પોલીસની ટીમ દ્વારા અલગ અલગ મેડિકલ સ્ટોર પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ ડ્રગ ઈન્સ્પેક્ટરને સાથે રાખીને અલગ અલગ વિસ્તારોમાં મેડીકલ સ્ટોર પર તપાસ કરવામાં આવી છે. પ્રિસ્ક્રિપ્સન વગર નશાકારક દવાઓનું વેચાણ થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના યુવાઓ કેટલીક દવાઓનો નશામાં ઉપયોગ કરી રહ્યા છે.
રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાથ ધરાયું ચેકિંગ
આ સિલસિલામાં રાજકોટ શહેરમાં પણ અલગ અલગ ટીમ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને ટીમ દ્વારા મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરાઈ છે. શહેરના એસ્ટ્રોન ચોક અને વિદ્યાનગર રોડ પર ફાર્મસીની દુકાનો પર તપાસ કરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ, સ્ટોક મેઈન્ટેન અને એક્સપાયરી ડેઈટને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?






