PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે, સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 28 ફેબ્રુઆરીએ ગુજરાતના ખાસ પ્રવાસ પર આવી રહ્યા છે. તેઓ આવતીકાલે બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
માઈક્રોન સેમિકન્ડક્ટર યુનિટ પહોંચશે.
અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ 3:45 વાગ્યે સીધા સાણંદના માઈક્રોન સેમિકન્ડક્ટર યુનિટ પહોંચશે.
વડાપ્રધાન માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન અહીં માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે, જેને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. માઈક્રોનના CEO અને MD પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. માઈક્રોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત સપ્ટેમ્બર-2023માં કરવામાં આવ્યું હતું અને હવે 22,500 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થયો છે. ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગને નવી ઊંચાઈ મળશે
ઉદ્યોગ નિષ્ણાતોના મતે, આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે ગુજરાત અને સમગ્ર ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગને નવી ઊંચાઈ મળશે અને વિશ્વ બજારમાં ભારતનું પ્રભાવ વધશે. માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન ચેન્નઈ માટે રવાના થશે.
આ પણ વાંચો---- Gandhinagar : રાજ્યમાં 255 સિંહ, 405 સિંહણ નોંધાયા, સિંહ બાળની સંખ્યા વધીને 231 નોંધાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

