PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત અને ધારદાર બનાવવાના ઉદ્દેશ્યથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે દેશના ત્રણ પ્રમુખ રાજ્યો માટે નવા પ્રદેશ પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની જાહેરાત કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને દેશના રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમની સાથે જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારી તરીકેની મોટી જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ, વરિષ્ઠ નેતા સતીશ પુનિયાને પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સૌથી ખાસ નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત માટે કરવામાં આવી
આ સંગઠનાત્મક ફેરબદલમાં સૌથી ખાસ નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાત માટે કરવામાં આવી છે, જ્યાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને અનુભવી નેતા તરુણ ચુગને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપ છેલ્લાં લગભગ ચાર દાયકાઓથી સતત સત્તામાં છે. આ તમામ રાજ્યોમાં પ્રભારી તરીકે નિયુક્ત કરાયેલા નેતાઓ રાજ્યસભાના સાંસદ હોવાની સાથે ઊંડી સંગઠનાત્મક ક્ષમતા અને દીર્ઘ રાજકીય અનુભવ ધરાવે છે.

બાળપણથી જ સંઘ સાથે જોડાણ અને અભ્યાસ
ગુજરાતના નવા પ્રભારી બનેલા તરુણ ચુગનો જન્મ 3 મે 1973ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતાનું નામ બનારસી દાસ ચુઘ છે. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમૃતસરથી જ પૂર્ણ કર્યું હતું. બાળપણથી જ રાષ્ટ્ર સેવા અને સામાજિક કાર્યો પ્રત્યે ઊંડો રસ ધરાવતા તરુણ ચુગ માત્ર 9 વર્ષની નાની વયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયા હતા અને બાળ સ્વયંસેવક તરીકે સંગઠનાત્મક પાઠ શીખ્યા હતા. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેમણે અમૃતસરની પ્રતિષ્ઠિત ડીએવી સંસ્થામાંથી માનવ સંસાધન (HR) વિષયમાં એમબીએ (MBA)ની ડિગ્રી મેળવી હતી.

વિદ્યાર્થી રાજકારણથી યુવા મોરચા સુધીનો સફર
તરુણ ચુગ કેડર-બેઝ્ડ અને જમીની સ્તરના નેતા માનવામાં આવે છે, જેમણે પોતાના જાહેર જીવનની શરૂઆત છાત્ર રાજકારણથી કરી હતી. વર્ષ 1989થી 1994દરમિયાન તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા, જ્યાં તેમણે જિલ્લા સચિવ અને પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી.યુવા મોરચાના નેતા તરીકે તેમણે યુવાનોને કર્યા સંગઠિત
ત્યારબાદ, વર્ષ 1993માં તેમની સંગઠનાત્મક ક્ષમતાને ધ્યાનમાં રાખીને અમૃતસર ખાતે ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. યુવા મોરચાના નેતા તરીકે તેમણે યુવાનોને સંગઠીત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

રાજકીય ઓળખ અપાવનાર 2100 કિમીની 'યુવા ચેતના યાત્રા'
વર્ષ 1999માં તરુણ ચુગના નેતૃત્વમાં યોજાયેલી 'યુવા ચેતના યાત્રા' પંજાબના રાજકારણમાં માઇલસ્ટોન સાબિત થઈ હતી. પંજાબના તમામ જિલ્લા મુખ્યમથકો પરથી પસાર થયેલી આ યાત્રા લગભગ 2100 કિલોમીટર લાંબી હતી. આ યાત્રા દ્વારા તેમણે પંજાબના ખૂણે-ખૂણામાંથી યુવાનોને ભાજપની વિચારધારા સાથે જોડવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું, જેનાથી તેમને પંજાબ ભાજપમાં એક મજબૂત નેતા તરીકે મોટી ઓળખ મળી.પાર્ટી સંગઠનમાં ભજવી મહત્વની ભૂમિકા
સંગઠનના કૌશલ્યના આધારે તરુણ ચુગ ભાજપમાં સતત આગળ વધતા રહ્યા. તેઓ પંજાબ ભાજપના મહાસચિવ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને દોઆબા ક્ષેત્રના પ્રભારી જેવી મહત્વની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. વર્ષ 2009માં તેમની સેવાઓની કદરરૂપે તેમને પંજાબ યુવા વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેમને મુખ્ય સંસદીય સચિવનો દરજ્જો પ્રાપ્ત હતો.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ સેવા આપેલી છે
આ ઉપરાંત, તેમણે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ સેવા આપી છે અને જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ તેમજ તેલંગાણા જેવા ભૌગોલિક અને રાજકીય રીતે સંવેદનશીલ રાજ્યોમાં ભાજપના પ્રભારી તરીકેનો બહોળો અનુભવ મેળવ્યો છે. જૂન 2026માં તેઓ મધ્યપ્રદેશ રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.વ્યવસાયિક અને પારિવારિક પૃષ્ઠભૂમિ
રાજકારણની સાથે તેઓ અને તેમનો પરિવાર વ્યવસાય સાથે પણ જોડાયેલો છે. તરુણ ચુગ સ્વયં ફાર્માસ્યુટિકલ એજન્સી અને રેલવે બુકિંગ એજન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે તેમના ધર્મપત્ની પણ વેપાર ક્ષેત્રે સક્રિય છે.સંગઠનમાં ઊંડી પકડ ધરાવે છે
સંગઠનમાં ઊંડી પકડ, જમીની કાર્યોનો લાંબો અનુભવ અને વહીવટી કુશળતા ધરાવતા તરુણ ચુગની ગુજરાતના પ્રભારી તરીકેની નિમણૂકથી ભાજપ રાજ્યમાં પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવી રાજકીય વર્તુળોમાં પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.
આ પણ વાંચો : Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

