PM Modi Banaskantha visit: PM મોદીના આગમનને લઈ બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ, રતનપુરા મહાદેવ મંદિરે 1100 દીવડાઓ સાથે મહાઆરતી

Oct 29, 2026 - 23:30
PM Modi Banaskantha visit: PM મોદીના આગમનને લઈ બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ, રતનપુરા મહાદેવ મંદિરે 1100 દીવડાઓ સાથે મહાઆરતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને બનાસકાંઠા જિલ્લાભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. PM મોદીના સ્વાગત માટે સમગ્ર જિલ્લામાં જાણે દિવાળી જેવો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનો, પશુપાલકો અને ખેડૂતોમાં વડાપ્રધાનના આગમનને લઈને અદ્ભુત ખુશી જોવા મળી રહી છે, અને સૌકોઈ આ ક્ષણને વધાવવા માટે આતુર છે.

રતનપુરા મહાદેવ મંદિરે 1100 દીવડાઓ સાથે મહાઆરતી

વડાપ્રધાનના સ્વાગત અને તેમના આગમનના વધામણાં રૂપે બનાસકાંઠાના વિવિધ મંદિરોમાં વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. જિલ્લાના રતનપુરા ગામે આવેલા ભગવાન મહાદેવના પવિત્ર મંદિરે 1100 દીવડાઓ પ્રજ્વલિત કરીને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

PM Modi Banaskantha visit: Festive Vibe in Banaskantha Ahead of PM Modi's Visit

દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિથી વધ્યો ઉત્સાહ

રતનપુરા ખાતે યોજાયેલી આ ભવ્ય મહાઆરતીમાં બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ અને અગ્રણીઓની હાજરીએ કાર્યક્રમનો ઉત્સાહ બેવડો કર્યો હતો. ખેડૂતો, પશુપાલકો અને સહકારી મંડળીના સભ્યોમાં પીએમ મોદીની મુલાકાતને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.


=" target="_blank"> =


આ પણ વાંચો: 29 October Top News: દિવાળી પર વીજ સંકટની અસર! કમોસમી વરસાદ પડવાની શક્યતા! સામુહિક આપઘાત પાછળનું કારણ શું?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0