PM ઇન્ટર્નશિપ યોજના હેઠળ દેશના યુવાઓને ભારતની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની મળશે તક

ભારત સરકારે યુવાનોને રોજગારી યોગ્ય બનાવવાના હેતુ સાથે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ દેશના યુવાઓને ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના માટે ઉમેદવાર ધો.૧૦, ૧૨, આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ યોજના હેઠળ પસંદગી પામેલા યુવાઓ ૧૨ માસ માટે ઇન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. આ માટે ઉમેદવારની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ, ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ.પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ તેમજ વાર્ષિક આવક મર્યાદા ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઇન્ટર્નશીપ કરેલી ન હોવી જોઈએ. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભો 01-ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક, ભારત સરકાર દ્વારા રૂ.૪૫૦૦ તથા કંપની દ્વારા રૂ.૫૦૦ માસિક સહાય, સરકારશ્રી દ્વારા એક વખત માટે રૂ.૬૦૦૦નું આકસ્મિક અનુદાન, સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચનો લાભ મળશે. 02-પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં પોતાની જાતે અરજી કરી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક કરવો. અરજી કરવા માટેની વેબસાઈટ www.pminternship.mca.gov.in છે. પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટેની રીત પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઇન્ટર્નશીપમાં અપ્લાય કરવું. અરજી સમયે આધાર નંબર સાથે લિંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો. અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગતો રાખવી. આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જેવા જરૂરી ડોક્યુમેન્ટો સાથે રાખવા. અરજી કરવા માટેની પ્રક્રિયાના વિડીયો 01-https://youtu.be/tWRODZVbhoE?feature=shared 02-https://youtu.be/CRUpP_wlVo0?feature=shared વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ, સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક કરવો અથવા ૦૨૭૫૨ ૨૮૨૩૫૩ પર કોન્ટેક્ટ કરવો.

PM ઇન્ટર્નશિપ યોજના હેઠળ દેશના યુવાઓને ભારતની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની મળશે તક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારત સરકારે યુવાનોને રોજગારી યોગ્ય બનાવવાના હેતુ સાથે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ દેશના યુવાઓને ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના માટે ઉમેદવાર ધો.૧૦, ૧૨, આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ યોજના હેઠળ પસંદગી પામેલા યુવાઓ ૧૨ માસ માટે ઇન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. આ માટે ઉમેદવારની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ, ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ.પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ તેમજ વાર્ષિક આવક મર્યાદા ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઇન્ટર્નશીપ કરેલી ન હોવી જોઈએ.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભો

01-ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક, ભારત સરકાર દ્વારા રૂ.૪૫૦૦ તથા કંપની દ્વારા રૂ.૫૦૦ માસિક સહાય, સરકારશ્રી દ્વારા એક વખત માટે રૂ.૬૦૦૦નું આકસ્મિક અનુદાન, સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચનો લાભ મળશે.

02-પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં પોતાની જાતે અરજી કરી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક કરવો. અરજી કરવા માટેની વેબસાઈટ www.pminternship.mca.gov.in છે.

પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટેની રીત

પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઇન્ટર્નશીપમાં અપ્લાય કરવું. અરજી સમયે આધાર નંબર સાથે લિંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો. અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગતો રાખવી. આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જેવા જરૂરી ડોક્યુમેન્ટો સાથે રાખવા.

અરજી કરવા માટેની પ્રક્રિયાના વિડીયો

01-https://youtu.be/tWRODZVbhoE?feature=shared

02-https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઈ.ટી.આઈ, સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક કરવો અથવા ૦૨૭૫૨ ૨૮૨૩૫૩ પર કોન્ટેક્ટ કરવો.