PM આવાસ ડ્રો કાર્યક્રમમાં ભાજપના 55 કોર્પોરેટર “ઘેરહાજર” રહેતા મેયરે માંગ્યો ખુલાસો
કલોલ નગરપાલિકામાં ભાજપના અસંતોષ અને લાફાકાંડ બાદ હવે સુરતમાં ભાજપના નેતાઓના ક્લાસ લેવાયા છે. મહાનગરપાલિકાના આવાસ ડ્રો કાર્યક્રમમાં ગેરહાજર રહેલા ભાજપના 55 કોર્પોરેટરોને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સુરતનાં અડાજણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રૂ. 77.08 કરોડના ખર્ચે ‘PM આવાસ યોજના’ના EWS આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 744 આવાસો પૈકી 390 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો. આ સાથે ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલભાઇ અને પાલિકાના સ્થનિક નેતાઓ હાજર રહ્યા હતા. કુલ 327 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. જોકે મનપાના આવાસ ડ્રોના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા ભાજપના કોર્પોરેટરોને નોટિસ પાઠવવામાં આવી છે. તમામ કોર્પોરેટરોને ખુલાસો કરવાં તાકીદ કરવામાં આવી છે. પાર્ટી પ્રમુખને જવાબ આપ્યા પછી આખરી નિર્ણય લેવાશે એકસાથે ભાજપના 55 કોર્પોરેટરોને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. જવાબો પાર્ટી પ્રમુખને સોંપ્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. હાલ તો એક સાથે 55 જેટલા કોર્પોરેટરનો ખુલાસો માંગવામાં આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. આવાસના કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ ખુલાસો માંગતા આ ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતના મેયર દ્વારા એક વોહટ્સ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ગ્રુપમાં તમામ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર છે. સુરતના મેયર દ્વારા તમામ કોર્પોરેટરને મેસેજ દ્વારા ખુલાસો આપવા તાકીદ કરવામાં આવી છે. ભાજપનું સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં 108નું સંખ્યા બળ છે. 108ની તાકત છતાં એક સાથે 55 કોર્પોરેટરનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કલોલ નગરપાલિકામાં ભાજપના અસંતોષ અને લાફાકાંડ બાદ હવે સુરતમાં ભાજપના નેતાઓના ક્લાસ લેવાયા છે. મહાનગરપાલિકાના આવાસ ડ્રો કાર્યક્રમમાં ગેરહાજર રહેલા ભાજપના 55 કોર્પોરેટરોને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સુરતનાં અડાજણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રૂ. 77.08 કરોડના ખર્ચે ‘PM આવાસ યોજના’ના EWS આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 744 આવાસો પૈકી 390 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો. આ સાથે ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલભાઇ અને પાલિકાના સ્થનિક નેતાઓ હાજર રહ્યા હતા. કુલ 327 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. જોકે મનપાના આવાસ ડ્રોના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા ભાજપના કોર્પોરેટરોને નોટિસ પાઠવવામાં આવી છે. તમામ કોર્પોરેટરોને ખુલાસો કરવાં તાકીદ કરવામાં આવી છે.
પાર્ટી પ્રમુખને જવાબ આપ્યા પછી આખરી નિર્ણય લેવાશે
એકસાથે ભાજપના 55 કોર્પોરેટરોને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. જવાબો પાર્ટી પ્રમુખને સોંપ્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. હાલ તો એક સાથે 55 જેટલા કોર્પોરેટરનો ખુલાસો માંગવામાં આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. આવાસના કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ ખુલાસો માંગતા આ ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતના મેયર દ્વારા એક વોહટ્સ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ગ્રુપમાં તમામ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર છે. સુરતના મેયર દ્વારા તમામ કોર્પોરેટરને મેસેજ દ્વારા ખુલાસો આપવા તાકીદ કરવામાં આવી છે. ભાજપનું સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં 108નું સંખ્યા બળ છે. 108ની તાકત છતાં એક સાથે 55 કોર્પોરેટરનો ખુલાસો માંગવામાં આવ્યો છે.