Petlad News: રૂપિયાપુરા ગામના સરપંચના વાહનમાં તોડફોડ મામલે CCTV ફૂટેજના આધારે એક શખ્સ વિરુદ્ધ કાર્યવાહી

May 30, 2026 - 17:30
Petlad News: રૂપિયાપુરા ગામના સરપંચના વાહનમાં તોડફોડ મામલે CCTV ફૂટેજના આધારે એક શખ્સ વિરુદ્ધ કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામમાંથી સરપંચના વાહનને નિશાન બનાવવાની એક ચોંકાવનારો ઘટના સામે આવી છે. રૂપિયાપુરા ગામના સરપંચના ઘર બહાર પાર્ક કરેલા દ્વિચક્રી વાહનમાં રાત્રિના અંધકારનો લાભ લઈને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે પેટલાદ ગ્રામ્ય પોલીસે ત્વરિત એક્શન લઈને સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે એક યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘર બહાર પાર્ક કરેલા એક્ટિવામાં કરી તોડફોડ

રૂપિયાપુરા ગામના સરપંચ રમેશભાઈ ઠાકોરે રાબેતા મુજબ પોતાનું એક્ટિવા સ્કૂટર રાત્રિના સમયે ઘરની બહાર પાર્ક કર્યું હતું. તે દરમિયાન મોડી રાત્રે અજાણ્યા તત્વો દ્વારા આ વાહનને નિશાન બનાવી તેમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી અને વાહનને મોટું નુકસાન પહોંચાડાયું હતું. સવારે આ ઘટનાની જાણ થતાં જ સરપંચ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક પેટલાદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી હતી.

સીસીટીવી ફૂટેજથી આરોપીની ઓળખ થઈ

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો રૂપિયાપુરા ગામે દોડી ગયો હતો અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ ફૂટેજના આધારે પોલીસે વાહનમાં તોડફોડ કરનાર કિશન ઠાકોર નામના સ્થાનિક યુવકની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપિયાપુરાના સરપંચ રમેશભાઈ ઠાકોર પર અગાઉ પણ હુમલો થવાનો બનાવ બની ચૂક્યો છે, જેને પગલે પોલીસ આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત કે રાજકીય વૈમનસ્ય છે કે નહીં તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0